Site icon Revoi.in

ભારતથી આવતી ફ્લાઈટ્સ પર ઓસ્ટ્રેલિયાએ મુક્યો પ્રતિબંધ, નવા નિયમોનાં ભંગ પર થશે 50 લાખનો દંડ

Social Share

દિલ્લી: ભારતમાં વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણને લઈને હવે મોટા ભાગના દેશો સતર્ક થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતથી આવતી તમામ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. નવા કડક નિયમો અનુસાર હવે ઓસ્ટ્રેલિયામાં આવનારા લોકોને 66000 ડોલરનો દંડ ભરવો પડશે એટલે કે 50 લાખ રૂપિયાનો દંડ.

ઓસ્ટ્રેલિયાના કોષાધ્યક્ષ જોષ ફ્રાઈડેનબર્ગ દ્વારા આ પગલાને યોગ્ય બતાવ્યું અને કહ્યું કે આ જરૂરી હતુ. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પહેલાથી જ ભારતથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા આ પગલુ એટલા માટે ભરવામાં આવ્યું કારણ કે હમણા જ ઓસ્ટ્રેલિયાના 2 ક્રિકેટરો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા અને તેમણે પહેલા કતારની યાત્રા કરી હતી અને તે બાદ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.

નવા નિયમોને જે રીતે બનાવવામાં આવ્યા છે તેને 15 મે સુધી જોવામાં આવશે તે બાદ આગળનો વિચાર કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ પ્રકારના નિર્ણયોને હળવાશમાં લેવામાં આવશે નહી. અત્યારે ઓસ્ટ્રેલિયન લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિક્તા આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઈન સિસ્ટમ સંપૂર્ણ રીતે સક્ષમ છે અને દેશમાં અત્યારે કોરોનાવાયરસને કાબૂ કરી શકાય તેમ છે.