WTC ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયાની સતત બીજી વખત ફાઇનલમાં હાર
- WTC ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા
- ટીમ ઈન્ડિયાની સતત બીજી વખત ફાઇનલમાં હાર
દિલ્હીઃ- ભારતીય ક્રિકેટ ટીમને સતત બીજી વખત આસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ચૂકી છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા જેના જવાબમાં આખી ભારતીય ટીમ 296 રનમાં પતી ગઈ હતી.
આ સાથે જ 173 રનની જંગી લીડ બાદ ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 270 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમ બીજા દાવમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ 209 રનના વિશાળ અંતરથી મેચ જીતીને ટ્રોફી પર કબજો કર્યો હતો.ફાઈનલી ઓસ્ટ્રેલિયા જીત મેળવી હતી જ્યારે સતત બીજી વખત ભારતને હાર મળી હતી.
ઉલ્લેખનીય છે કે 10 વર્ષમાં નવમી વખત ટીમ ઈન્ડિયાના દર્શકોનું દિલ તૂટી ગયું છે. છેલ્લી વખત ભારતે 2013માં ICC ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં તેણે ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો. ત્યારપછી ટીમ આઈસીસીની નવ ઈવેન્ટમાં હારી ગઈ છે.ચાર વખત ફાઈનલમાં ભારતે હારનો સામનો કર્યો છે.
જ્યારે ભારતીય ટીમ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 ચક્રની ફાઇનલમાં પહોંચી હતી, ત્યારે આ વખતે ટાઇટલની અપેક્ષા પહેલા કરતા વધુ હતી. ભારત સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર હતો. એ જ ઓસ્ટ્રેલિયન ટીમ જેને ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં, લાગતું હતું કે ભારતીય બેટ્સમેનો આ વખતે ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવશે, પરંતુ દર્શકોની આશા પર પાણી ફરી વળ્યું.