Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાએ અમેરિકાના કારણે ‘ક્વાડ’ દેશોની બેઠક રદ કરી, પીએમ મોદી પણ તેનો ભાગ બનવાના હતા

Social Share

દિલ્હીઃ આવતા અઠવાડિયે દેશના પ્રધાનમંત્રી મોદી ક્વાડ દેશઓની બેઠકમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પહોંચવાના હતા જો કે હવે તેમનો આ પ્રવાસ રદ થશે કારણ કે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે  જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ જો બાઈડેન વિના સિડનીમાં આવતા અઠવાડિયે ક્વાડ સમિટ આગળ વધશે નહીં, જેમણે વોશિંગ્ટનમાં દેવાની ટોચમર્યાદાની વાટાઘાટોને કારણે ઓસ્ટ્રેલિયાનો તેમનો પ્રવાસ મુલતવી રાખ્યો હતો.એટલે કે અમેરિકાના કારણે ઓસ્ટ્રેલિયાએ આ બેઠક રદ કરી છે.

જો કે, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદી સાથે તેમની દ્વિપક્ષીય બેઠક હજુ પણ થઈ શકે છે. આ અંગે ભારત તરફથી પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

બેઠક રદ કરવા અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ઓસ્ટ્રેલિયા તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની બેઠકમાં સામેલ ન થવાના કારણે લેવામાં આવ્યો છે. બાઈડેન હાલમાં અમેરિકામાં દેવાને કારણે ઉદ્ભવતા આર્થિક સંકટના મુદ્દાને ઉકેલવામાં વ્યસ્ત છે તેવી સ્થિતિમાં તેઓ આ બેછઠકનો ભાગ બનશે નહી જેને લઈને આ નિર્ણય લેવાયો છે.

અલ્બેનીઝે જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને જાપાનના નેતાઓ તેના બદલે આ સપ્તાહના અંતે જાપાનમાં જી 7 માં મળશે, કારણ કે બાઈડેને તેની આગામી એશિયા ટ્રિપના બીજા તબક્કામાં સિડનીની યાત્રા રદ કરી હતી, જેમાં એક મુલાકાત પણ સામેલ હતી. .
તેમણે કહ્યું કે “ક્વાડ નેતાઓની બેઠક આવતા અઠવાડિયે સિડનીમાં આગળ વધશે નહીં. જોકે, અમે જાપાનમાં ક્વાડ નેતાઓ વચ્ચે તે ચર્ચા કરીશું,”

જો કે અગાઉ પીએમ મોદીને લઈને તેમણે એમ પણ જણાવ્યું કે   કે ક્વાડમાં સામેલ દેશો – ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા અમેરિકાની હાજરી વિના પણ બેઠક માટે આવી શકે છે. તેમણે કહ્યું હતું કે બાઈડેને મુલાકાત રદ કર્યા બાદ તેમની સરકાર જાપાન અને ભારતના વડાપ્રધાન સાથે વાત કરી રહી છે. જો કે, બાદમાં રાષ્ટ્રપતિ અલ્બેનીઝે માફી માંગી અને કહ્યું કે તેમણે ક્વાડ ભાગીદારોની આ મુલાકાતની તારીખો લંબાવવી પડશે. તેમણે કહ્યું કે ભારત અને જાપાનના વડા પ્રધાનો બેઠકને ફરીથી શેડ્યૂલ કરશે.