Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાઃ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાશે

Social Share

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે મંગળવારે બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની યોજનાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે, સરકાર 2024 માં સોશિયલ મીડિયા અને અન્ય સંબંધિત ડિજિટલ પ્લેટફોર્મની ઍક્સેસ માટે લઘુત્તમ વય લાદવા માટે કાયદો રજૂ કરશે.

પ્રધાનમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા સામાજિક નુકસાન પહોંચાડી રહ્યું છે. તે બાળકોને વાસ્તવિક મિત્રો અને વાસ્તવિક અનુભવોથી અલગ કરી રહ્યું છે,” આ કાયદાનો મુસદ્દો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા પછી તૈયાર કરવામાં આવશે, પરંતુ તેમની પ્રાથમિકતા લઘુત્તમ વય 16 વર્ષ નક્કી કરવાની છે.

ઑસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન દ્વારા ઑગસ્ટમાં કરવામાં આવેલા સર્વે મુજબ, 61 ટકા ઑસ્ટ્રેલિયનોએ 17 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયાની ઍક્સેસને પ્રતિબંધિત કરવાનું સમર્થન કર્યું હતું. દક્ષિણ ઓસ્ટ્રેલિયન પ્રીમિયર પીટર માલિનાઉસ્કસે ભૂતપૂર્વ ફેડરલ જજ રોબર્ટ ફ્રેન્ચને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદાકીય માર્ગો શોધવાનું કામ સોંપ્યું છે.