ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર
- ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા
- પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે.
એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું;
“હું મારા પ્રિય મિત્ર @ScottMorrisonMPનો ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની COVAXINને માન્યતા આપવા બદલ આભાર માનું છું. તે 🇮🇳 અને 🇦🇺 વચ્ચેની પોસ્ટ-COVID ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે.”
I thank my dear friend @ScottMorrisonMP for Australia’s recognition of India's COVAXIN. It is an important step forward in the post-COVID partnership between 🇮🇳 and 🇦🇺.
— Narendra Modi (@narendramodi) November 1, 2021
WHOએ અત્યાર સુધીમાં ફાઈઝર-બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો/સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, જોનસન એન્ડ જોનસન-જાનસેન, મોડર્ના અને સિનોફાર્મને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલ એઓએ ટ્વીટ કર્યું, “TGA દ્વારા કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ રસી મુસાફરીના હેતુ માટે માન્ય રહેશે.” દરમિયાન, ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદ સોમવારે ફરીથી ખોલવામાં આવી હતી. લગભગ 20 મહિનાના કઠોર પ્રતિબંધોનો અંત આવ્યો.