- ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનનો સંન્યાસ
- વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
- આવતીકાલે છેલ્લો વનડે મેચ રમશે
મુંબઈ:ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.વાસ્તવમાં, ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વનડે અને T20 કેપ્ટન એરોન ફિંચે શનિવારે સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ સવારે 5 વાગ્યે) મીડિયાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી છે. તે રવિવારે કેર્ન્સમાં ન્યૂઝીલેન્ડ સામે તેની 146મી અને અંતિમ વન-ડે ઈન્ટરનેશનલ (ODI) મેચ રમશે. જોકે તે T20 ક્રિકેટ રમવાનું શરૂ રાખશે.
ફિંચની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 2021નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. ફિંચે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ, 145 વનડે અને 92 ટી20 મેચ રમી છે.
નોંધનીય છે કે એરોન ફિંચ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે આ વર્ષે 13 વનડેમાં માત્ર 13ની એવરેજથી રન બનાવ્યા છે. આ સાથે જ તે 5 વખત શૂન્ય પર આઉટ થયો છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડેમાં પણ ફિન્ચ શૂન્ય પર આઉટ થયો હતો અને આ સાથે જ એક અનિચ્છનીય રેકોર્ડ તેના નામે થઈ ગયો છે. વાસ્તવમાં, ફિંચ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન બની ગયો છે.
તેના ક્રિકેટ રેકોર્ડની વાત કરીએ તો તેણે પાંચ ટેસ્ટ મેચ રમી છે. પરંતુ વનડે અને ટી20માં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. ફિન્ચે 145 વનડેમાં 17 સદી અને 30 અડધી સદી ફટકારી છે. જેમાં તેણે 39ની એવરેજથી 5401 રન બનાવ્યા છે. તે જ સમયે, T20 ક્રિકેટમાં તેના નામે બે સદી અને 17 અડધી સદી સામેલ છે. તેણે ટી20માં 2855 રન બનાવ્યા છે. આ સિવાય ફિન્ચે IPLમાં 92 મેચ રમીને 2091 રન બનાવ્યા છે. તેણે આઈપીએલમાં 15 અર્ધસદી ફટકારી છે.