નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને ઈજા થતા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાંથી બહાર થઈ ગયા છે. આગામી મહિને IPLની શરૂઆત થઈ રહી છે, ત્યાં સુધીમાં ડેવિડ વોર્નર ફિટ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે જણાવ્યું છે કે, રિકવરી માટે વોર્નરે થોડો સમય આરામ કરવાની જરૂર રહે છે. ડેવિડ વોર્નર 10 દિવસમાં રિકવર થઈ શકે છે. ડેવિડ વોર્નરે વેલિંગ્ટનમાં પહેલી મેચમાં 20 બોલમાં 32 રન કર્યા હતા અને બીજી મેચમાં 7 બોલમાં 11 રન કર્યા હતા.
ડેવિડ વોર્નરને વિરામ મળતા સ્ટીવન સ્મિથને ટોપ ક્રમે રમવાનો મોકો મળી શકે છે. મેટ શોર્ટે વેલિંગ્ટનમાં પહેલી મેચ રમી હતી, પરંતુ બેટીંગ અથવા બોલિંગ કરવા મળ્યું નહોતું. માર્શને ટેસ્ટ સીરિઝ પહેલા આરામ આપવામાં આવશે, જેથી મેથ્યૂ વેડ ટીમના કેપ્ટન બનશે.