ઓસ્ટ્રેલિયાના પીએમ એ પીએમ મોદી સાથે લીઘી સેલ્ફી, કહ્યું ‘જી 20- સફળ’
દિલ્હીઃ ભારત હાલ જી 20 સમિટિના આયોજનમાં વ્યસ્ત છે પીએમ મોદી દ્રારા વિશઅવના નેતાઓનું સ્વાગત થી રહ્યું છે આ સહીત અનેક નેતાઓ સાથે પીએમ મોદીની દ્રિપક્ષીય બેઠક યોજાઈ રહી છે આવી સ્થિતિ વચ્ચે હવે ઓસ્ટ્રેલિયા ના પીએમ એ કહ્યું છે જી 20 સફળ રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે શનિવારે G20 બેઠકને સફળ જાહેર કરી હતી. આ સાથે તેણે પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે નવી દિલ્હી સમિટ પછી બંને નેતાઓ વચ્ચે સારી દ્વિપક્ષીય ચર્ચા થઈ.
આ સાથે જ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને, સોશિયલ મીડિયા સાઇટ X કે જે અગાઉ ટ્વિટર હતું તેના પર એક પોસ્ટ શેક કરી હતી અને તેમાં, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વ્યાપક આર્થિક સહકાર કરાર વિશે પીએમ મોદી સાથેની ચર્ચા વિશે માહિતી આપી હતી.
આ સાથે જ ઓસ્ટ્રેલિયન પીએમ એ વઘુમાં એમ પણ લખ્યું છે કે, “આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલી સફળ G20 બેઠક બાદ, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વ્યાપક આર્થિક સહકાર કરારના નિષ્કર્ષ અંગે સારી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.”
ઉલ્લેખનીય છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ જી-20 સમિટમાં ભાગ લેવા શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. આ પહેલા તેઓ ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીને મળ્યા હતા. મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે ગયા હતા, આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લીધી હતી.ઓસ્ટ્રેલિયા સાથે પણ ભારતના સારા સંબંઘો છે પીએમ મોદીના અથાગ પ્રય્તનોથી ભારતના વિદેશ સાથેના સંબંઘો વઘૂને વઘૂ મજબૂત બની રહ્યા છે.