ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો દાવો, કોરોનાવાયરસે 20 હજાર વર્ષ પહેલા પણ વર્તાવ્યો હતો કહેર
- કોરોનાવાયરસને લઈને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનો દાવો
- પુરાવાના આધારે કહી મોટી વાત
- કોરોનાવાયરસ 20 હજાર વર્ષ પહેલા વર્તાવી ચૂક્યો છે કહેર
નવી દિલ્લી: કોરોનાવાયરસને લઈને વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારના સંશોધન કરવામાં આવ્યા છે. વિશ્વના તમામ દેશોના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસની ઉત્પતિ અને તેની અસરને લઈને અનેક પ્રકાર સંશોધન કર્યા છે અને અઢળક માહિતી પણ સામે આવી છે. આવા સમયમાં ઓસ્ટ્રેલિયાના સંશોધકો દ્વારા તેવો દાવો કરવામાં આવ્યો છે જે લોકોને ચોંકાવી શકે છે.
ઓસ્ટ્રેલિયના બે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસ 20,000 વર્ષ કરતા પણ પહેલા પૂર્વ એશિયામાં પ્રકોપ વર્તાવી ચૂક્યો છે. આ ખતરનાક વાયરસના અવશેષો આધુનિક ચીન, જાપાન અને વિએતનામના લોકોના ડીએનએમાં જોવામળ્યાં છે.
તેમણે કહ્યું કે હાલના બાયોલિજીમાં પ્રસિદ્ધ અમારા રિસર્ચમાં આ વિસ્તારોમાં આધુનિક વસતીના 42 જીનમાં વાયરસના પરિવારના આનુવંશિક અનુકૂળના પુરાવા મળ્યાં છે.
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે અમારા પરિણામથી સ્પસ્ટ થયું છે કે ઐતિહાસિક વાયરલ પ્રકોપોના આનુવંશિક અવશેષોની જાણકારી મેળવી લેવાથી અમને ભવિષ્યના પ્રકોપની સારવારમાં મદદ મળી શકે છે. વૈશ્વિક મહામારી તો માનવ ઈતિહાસ જેટલી જુની પુરાણી છે. આપણે પહેલા પણ વૈશ્વિક મહામારીનો સામનો કર્યો છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે અમે 26 દેશોના 2500 કરતા પણ વધારે લોકોના જીનોમમાં કમ્પ્યુટેશન વિશ્લેષણ કર્યું. અમને 42 અલગ અલગ જીનમાં અનુકૂળ પુરાવા મળ્યાં છે જે વીઆઈપી તરફ સંકેત આપે છે. આ વીઆઈપી સંકેત ફક્ત પાંચ સ્થળોની વસતીમાં જોવા મળ્યાં હતા અને આ તમામ સ્થળો પૂર્વ એશિયામાં આવેલા છે.
બીજા અલગ રિસર્ચથી એવું પણ જાણવા મળ્યું છે કે વીઆઈપી જીનમાં ઉત્પરિવર્તિત સાર્સ-સીઓવી-2 ની સંવેદનશીલતા અને તેના લક્ષણોની ગંભીરતામાં હસ્તક્ષેપ કરી શકે છે. તે ઉપરાંત ઘણા વીઆઈપી જીન હાલમાં કોરોનાની સારવાર માટે દવા તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે અથવા તો નિદાન પરીક્ષણનો હિસ્સો છે.
વિશ્વમાં કરોડોની સંખ્યામાં કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે અને લાખોની સંખ્યામાં લોકો મોતને પણ ભેટ્યા છે. જો કે વેક્સિનેશનની પક્રિયા શરૂ થતા મોતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને મોટા ભાગના દેશોમાં સંક્રમણની ગતિ પણ ધીમી પડી છે જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.