1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના પ્રવાસ દરમિયાન આજે જગદલપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે અમાબલ ગામ પહોંચ્યા અને ભાજપની વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધિત કરી હતી. છત્તીસગઢમાં ચૂંટણીનો શંખનાદ કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છત્તીસગઢે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં 7 મે મતદાનના દિવસે જાહેર રજા રહેશે, સરકારનો પરિપત્ર

અમદાવાદઃ દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલા ચરણનું મતદાન 19 એપ્રિલના દિવસે થવાનું છે. આ વખતે પણ લોકસભા 2024ની ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં ગુજરાતની 26 લોકસભા બેઠક અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 7 મેએ ત્રીજા તબક્કામાં રોજ એક જ દિવસે થશે. ગુજરાત સરકારે 7 મેના લોકસભા 2024ની ચૂંટણી મતદાનને […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ખંડેરમાં ફેરવાઈ

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મિશને ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ, અલ-શિફાની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિને લઈ નિરિક્ષણ કર્યુ હતુ. WHOની ટીમને જાણવા મળ્યું કે, આ સૌથી મોટી હોસ્પિટલ છે જે એક સમયે આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ હતી, તે રાખ થઈ ગઈ હતી અને ત્યાં ઘણા મૃતદેહો પડ્યા હતા. નોંધનીય છે કે, બે અઠવાડિયાના સૈન્ય […]

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ટિપ્પણી કરનાર સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે […]

લોકસભા ચૂંટણીઃ કર્ણાટકમાં 5.60 કરોડની રોકડ અને સોના-ચાંદીના આભુષણો જપ્ત કરાયાં

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે કર્ણાટકમાં બેલ્લારી શહેરમાં પોલીસે દરોડા પાડીને રૂ. 5.60 કરોડની રોકડ, ત્રણ કિલો સોનુ, 100 કિલોથી વધારે ચાંદીના આભુષણો અને 68 ચાંદીના બિસ્કીટ જપ્ત કર્યાં હતા. આમ પોલીસે કુલ 7.60 કરોડની મતા જપ્ત કરીને વધારે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્વેલર્સની દુકાનના માલિક નરેશભાઈના ઘરેથી જંગી રકમ અને આભૂષણ મળી આવ્યાં […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલ ઇજિપ્તમાં નવી મંત્રણા માટે તૈયાર

નવી દિલ્હીઃ ઇઝરાયેલે છ મહિનાના સંઘર્ષમાં સંભવિત યુદ્ધવિરામ પર નવી વાટાઘાટો માટે એક ટીમ ઇજિપ્ત મોકલી છે. ઇઝરાયેલ વર્ષની શરૂઆતથી ગાઝામાં સૈનિકો ઉતારી રહ્યું છે અને માનવતાવાદી પરિસ્થિતિમાં સુધારો કરવા માટે તેના સાથી યુ.એસ.ના વધતા દબાણનો સામનો કરી રહ્યું છે. સૈન્ય પ્રવક્તાએ સૈનિકો પાછા ખેંચવાના કારણો અથવા તેમાં સામેલ સંખ્યા વિશે વિગતો આપી ન હતી, […]

પેરિસઃ એક બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ પછી આગ લાગતા ત્રણ લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ પેરિસમાં બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રાપોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, રુ ડી ચારોન પર એક ઈમારતના 7મા માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. […]

હવામાનની આગાહી માટે AI અને મશીન લર્નિંગનો ઉપોગ શરૂ કરાયો

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ હવામાનની આગાહીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, અને તે આગામી વર્ષોમાં આગાહીને સુધારવા માટે તેને અન્ય ક્ષેત્રોમાં વધુ વિસ્તૃત કરશે, IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું. IMD ડીજીએ જણાવ્યું હતું કે આ AI-આધારિત ટૂલના વિકાસની આગેવાની માટે IMD અને પૃથ્વી વિજ્ઞાન […]

વાયનાડમાં હિન્દુઓને મારવાનું લિસ્ટ બનાવનાર PFIનું રાહુલ ગાંધીને સમર્થનઃ સ્મૃતિ ઈરાની

રાહુલ ગાંધીએ અમેઠીનો ત્યાગ કર્યો અમેઠીની જનતા મોદીને જ આર્શીવાદ આપશે ગાંધી પરિવારમાં આંતરિક કલહઃ સ્મૃતિ ઈરાની નવી દિલ્હીઃ અમેઠીના ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, વાયનાડમાં રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે પીએફઆઈ પાસેથી સમર્થન મેળવ્યું છે. જેણે હિન્દુઓને મારવા માટે લિસ્ટ બનાવ્યું છે. આવા સંગઠનની મદદથી […]

ગુજરાત સ્થાપના દિવસે ‘વિશ્વ ગુજરાતી સમાજ’ની એપ્લિકેશન લોન્ચ કરાશે

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન ગુજરાતના સ્થાપના દિવસે લોન્ચ થશે. વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ ઓનલાઈન ઝૂમ મીટીંગના (ટૂંક સમયમાં આઈ.ડી, પાસવર્ડ અને સમયની જાહેરાત થશે) આયોજન થકી એપ્લિકેશન લોન્ચ કરશે.આ ઝૂમ મીટીંગમાં કોઈ પણ ગુજરાતીઓ જોડાઈ શકશે. વિશ્વ ગુજરાતી સમાજ – યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ કન્વીનર આકાશભાઈ પટેલના અવનવા વિચારોના સમાવેશ થકી લોન્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code