- ઈંઘણના ભઆવ વધારા સામે આજથી દિલ્હીમાં હડતાળ
- રિક્ષા.ટેક્સિ અને મીની બસના ડ્રાઈવરો આજથી હડતાળ પર
દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ ડિઝલ સહીત ગેસની કિમંતોમાં ભારે વધારો નોંધાયો છે જ્યારે આ ભાવ વધારાના કારણે દિલ્હીમાં ઓટો, ટેક્સી અને મિનિબસ ડ્રાઈવરોના વિવિધ સંગઠનોએ નારાજદગી દર્શાવી છે.
આજરોજ સોમવારથી ઈઘંણના ભઆવ વધારાને લઈને ઓટો ડ્રાઈવર ટેક્સી ડ્રાઈવરોએ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિવિધ યુનિયનો ભાડાના દરમાં વધારો અને સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે. મોટાભાગના સંગઠનોએ કહ્યું કે તેઓ એક દિવસીય હડતાળ પર જશે.
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે કહ્યું છે કે ઓટો ટેક્સી ડ્રાઈવરોની સમસ્યાઓ અને માંગણીઓ પર ધ્યાન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર મામલાની વિચારણા કરશે. તેમની ભલામણો મુજબ પગલાં લેવામાં આવશે. ત્યાં સુધી, ઓટો-ટેક્સી ડ્રાઈવરોએ દિલ્હીવાસીઓને પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હડતાળ જેવા પગલાં ટાળવા જોઈએ.જો કે તેઓ આજરોજ હડતાળ કરશે.
જો કે હડતાળને લઈને સર્વોદય ડ્રાઈવર એસોસિએશન દિલ્હીએ કહ્યું કે તે આજથી “અનિશ્ચિત” હડતાળ પર જશે. દિલ્હી સરકારે સમયમર્યાદામાં ભાડામાં સુધારો કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હોવા છતાં સંગઠનોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.તેઓએ ભાવ વધારા સામે નારાજગી દર્શાવી છે.
દિલ્હી ઓટો રિક્ષા એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર સોનીએ આરોપ લગાવ્યો કે દિલ્હી સરકાર એક સમિતિ બનાવી રહી છે, પરંતુ અમને અમારી સમસ્યાઓનું સમાધાન જોઈએ છે. અમારી માંગ છે કે સરકાર સીએનજીના ભાવ પર પ્રતિ કિલો રૂ. 35ની સબસિડી આપે.
સીએનજીના ભાવ વધારા સામે જંતર-મંતર અને સચિવાલય ખાતે અલગ-અલગ સંગઠનો તરફથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. એસટીએ ઓપરેટર્સ એકતા મંચના જનરલ સેક્રેટરી શ્યામલાલ ગોલાએ જણાવ્યું હતું કે ભાડામાં સુધારો અને સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માંગના સમર્થનમાં લગભગ 10 હજાર RTV બસો પણ બંધ રહેશે.