1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નવી કાર માટેના ટેમ્પરરી નંબર માટેની RTOની ફીમાં વધારો કરાતા ઓટો ડિલરોનો વિરોધ
ગુજરાતમાં નવી કાર માટેના ટેમ્પરરી નંબર માટેની RTOની ફીમાં વધારો કરાતા ઓટો ડિલરોનો વિરોધ

ગુજરાતમાં નવી કાર માટેના ટેમ્પરરી નંબર માટેની RTOની ફીમાં વધારો કરાતા ઓટો ડિલરોનો વિરોધ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ દ્વારા નવી કારના ટેમ્પરરી નંબર માટેની ફીમાં વધારો કર્યો છે. રૂપિયા 200 ફી પેટે લેવામાં આવતા હતા. તેને બદલે હવે રૂપિયા 300 ચૂકવવા પડશે. એટલે કે ફીમાં રૂપિયા 100નો વધારો કરાતા ઓટો ડિલર્સે વિરોધ કર્યો છે. ઓટો ડિલર્સના કહેવા મુજબ કોઈપણ જાતના પરિપત્ર વિના એકાએક વધારો જાહેક કરી દેવામાં આવ્યો છે. જે વાહનોનું રિસ્ટ્રેશ થઈ ગયું છે. તેવા વાહનોની વધારી ફી ડિલર્સે ભરવી પડશે એવો ઘાટ સર્જાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વાહનવ્યવહાર વિભાગે નવી કારના ટેમ્પરરી નંબરની ફીમાં રૂ. 100નો વધારો કર્યો છે. અગાઉ રૂ.200 ફી હતી, જે અચાનક 300 ફી કરી દીધી છે. જ્યારે કોમર્શિયલ વાહનોની ફી પણ વધારીને 300 કરાઇ છે. ગત સોમવારે પોર્ટલમાં ફેરફાર થતાં ડીલરોએ વાહન રજિસ્ટ્રેશન કરવાનું ટાળ્યું હતું. આ વધારો પાંચ વર્ષ પછી કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ અગાઉ માત્ર રૂ.100 ફી હતી.હાલ ટેમ્પરરી ફીના વધારાને લઇને વિવાદ સર્જાયો છે. કારણકે જે વાહનોનું આરટીઓમાં રજિસ્ટ્રેશન થઈ ગયું છે, તે વાહનોમાં વધારાની ફી ડીલરોએ જ ભરવી પડશે, પરંતુ નવો ફી વધારો ગ્રાહકોના માથે આવશે.

ઓટો ડિલર્સના કહેવા મુજબ  વાહનવ્યવહાર વિભાગે કોઇ પણ જાતના પરિપત્ર કર્યા વગર જ આ વધારો કરી દીધો છે. વધારાની રકમ નહીં ભરવા અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરાઈ હતી, પરંતુ અધિકારીઓએ તે માન્ય રાખી ન હતી અને નવી ફી પ્રમાણે પૈસા ભરવા જણાવ્યું હતું. હાલ આરટીઓમાં રોજ નવા 500થી 700 ટુવ્હિલર અને 200થી વધુ કારનું રજિસ્ટ્રેશન થાય છે. રજિસ્ટ્રેશન સમય ટેમ્પરરી નંબરની ફી ભરવાની રહે છે. રાતોરાત ટેમ્પરરી નંબરમાં ફી ‌વધારો કરાતા વાહન ડીલરોમાં નારાજગી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આરટીઓમાં કારના રજિસ્ટ્રેશન વખતે ટેમ્પરરી નંબર મેળવવા જૂની ફી પ્રમાણે રૂપિયા 200 ફી ભરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં અંદાજે 1000થી 1500 કારને ટેમ્પરરી નંબર ફાળવી દેવાયો છે. હવે આ કાર માટે રેગ્યુલર નંબર લેવા જાય ત્યારે ખરેખર કોઇ વધારાની ફી ભરવાની ના હોય. પરંતુ સર્વર જૂની ફી પ્રમાણે રેગ્યુલર નંબર ફાળવતુ નથી. એટલે હવે આરટીઓ અધિકારી ડીલરો પાસે વધારાની ફીના રૂપિયા 100 ભરાવે છે. જેનો વાહન ડીલરોએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત છેલ્લા દોઢ મહિનામાં ત્રણથી ચાર હજાર ટુવ્હીલરો રજિસ્ટ્રેશન કરાવીને રૂ.200 ફી ભરી ટેમ્પરરી નંબર મેળવી લીધો છે. ટેમ્પરરી નંબરની નવી ફી 150 કરી દીધી છે. જેથી હવે રેગ્યુલર નંબર મેળવવા જાય તો રૂ.50 રિફંડ મળતું નથી. કારમાં રૂ.100નો વધારો ફરજિયાત ભરવો પડે છે. જ્યારે ટુવ્હીલરમાં રિફંડ નહીં મળતા વાહન ડીલરોએ રોષ વ્યક્ત કર્યો છે અને રૂ.50 રિફંડ આપવા માંગ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code