- અમિત શાહ મોદીવેનનો આજે આરંભ કરાવશે
- આ વેન અંતરીયાળ ગામોમાં રસીકરણને પ્રોત્સાહન માટે મદદરુપ થશે
દિલ્હીઃ- તાજેતરમાં જ 20 ઓક્ટોબરના રોજ પીએમ મોદીને સત્તામાં આવ્યાને 20 વર્ષ પુરા થયા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોદી વેનને લીલી ઝંડી બતાવીને તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીની સરકારમાં 20 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ આ મિશનનો આરંભ કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ‘સેવા કી સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત મોદી વેન શરૂ કરવામાં આવી રહી છે.
મોદી વાન દૂરના ગામોમાં કોરોના વાયરસ રોગ સામે રસીકરણને પ્રોત્સાહન આપવામાં પણ મદદરુપ બનશે, ભાજપના નેતાએ આ અંગની માહિતી આપી. તેની સુવિધાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે વાનમાં ટેલિમેડિસિન છે, તેમજ એક મશીન છે જેના થકી એક સમયે 39 જેટલા લોહીના નમૂનાઓનું પરિક્ષણ કરિી શકાશે.
પીએમ મોદી 7 ઓક્ટોબર 2001 ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા.જે વાતને હાલમાં જ 20 વર્ષ પુરા થયા છે,ત્યારે આ પ્રસંગે ખાસ વેન કૌશાંબી વિકાસ પરિષદ તરફથી ચલાવવામાં આવશે. તેને ભાજપના રાષ્ટ્રીય સચિવ વિનોદ સોનકર અને ઉત્તર પ્રદેશના કૌશાંબીથી લોકસભા સાંસદ વિનોદ સોનકર ચલાવી રહ્યા છે.
સોનકરે કહ્યું કે, “આવી પાંચ વેન કૌશાંબી જિલ્લાની પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં કાર્યરત કરવામાં આવશે. દરેક મતવિસ્તાર માટે એક વેન રહેશે.જેનું સંચાલન કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે. ” સોનકરે વધુમાં આ મામલે માહિતી આપી હતી કે દરેક વાહનમાં પીએમ મોદીના માસિક ‘મન કી બાત’ રેડિયો એડ્રેસ તેમજ તેમની જાહેર સભાઓ અને ભાષણો પ્રસારિત કરવા માટે 32-ઇંચ ટેલિવિઝન અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પણ આપવામાં આવશે.