- ટ્વિટરે સરકારના આઈટી નિયમો નહોતા માન્યા
- ટ્વિટરે છેવટે આ વાતનો સ્વિકાર કર્યો
- કોર્ટે સરકરાને કહ્યું , તે કાર્યવાહી કરવા સ્વતંત્ર
દિલ્હીઃ- દિલ્હી હાઈકોર્ટમાં મંગળવારે ટ્વિટરએ પોતાની ભુલનો સ્વિકાર કર્યો છે, ટ્વિટરે સ્વીકાર્યું છે કે કંપનીએ ભારત સરકાર દ્વારા નવા બનાવવામાં આવેલા આઇટી નિયમોનું પાલન કર્યું નથી. આ મામલે હાઈ કોર્ટે પણ પોતાનું વલણ સ્પ્ષ્ટ કર્યું છે અને કહ્યું છે કે, હવે કેન્દ્ર સરકાર ટ્વિટર પર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે અને હવે કંપનીને સુરક્ષા આપવામાં નહી આવી શકે.
આ સિવાય ટ્વિટર દ્વારા જે નિવારણ અધિકારીની નિમણૂક કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તે અંગે દિલ્હી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે દિલ્હી હાઈકોર્ટે ટ્વિટર સામે સખ્ત વલમ દાખવીને નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે ટ્વિટરને આ પ્રક્રિયામાં તમે કેટલો વધુ સમય લેશો તેમ પણ પૂછવામાં આવ્યું છે.
આ સમગ્ર બાબતને લઈને જસ્ટિસ રેખા પાલીએ કહ્યું કે જો ટ્વિટરને લાગતું હોય કે તે આપણા દેશમાં જેટલો જોઈએ તેટલો સમય લાઈ શકે છે, તો હું તેને મંજૂરી આપીશ નહીં. ઉલ્લેખનીય છે કે, ભારતના નવા આઇટી નિયમો અનુસાર દેશની તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવાની હોય છે. ટ્વિટર દ્વારા વચગાળાની ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમણે રાજીનામું પણ આપ્યું હતું.