Site icon Revoi.in

છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ હિમાચલ પ્રદેશમાં લધુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું

Social Share

દિલ્હીઃ-છેલ્લા કેટલાક દિવસોથી પહાડી રાજ્યો અને વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હિમાચલ પ્રદેશના હવામાનના બદલાવને કારણે દરરોજ નવા રેકોર્ડ તૂટી રહ્યા છે અને નવા રેકોર્ડ બની રહ્યા છે.

અહીં વિતેલા છેલ્લા 17 વર્ષમાં પ્રથમ વખત એપ્રિલ મહિનામાં લઘુત્તમ તાપમાન શુક્રવારે રાત્રે કેલોંગમાં માઇનસ છ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલા નજીકના કેલોંગ રેકોર્ડ વર્ષ 2005 થી ઉપલબ્ધ છે. આ વર્ષોમાં, માઇનસ છ ડિગ્રી તાપમાન હજુ સુધી નોંધાયું નથી.

રાજ્યમાં હાલમાં જ થયેલી હિનવર્ષાને કારણે કેલોંગના  લઘુત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે 3 એપ્રિલે કેલોંગમાં લઘુત્તમ તાપમાન માઇનસ પાંચ ડિગ્રી નોંધાયું હતું. શનિવારે રાજધાની શિમલા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્પષ્ટ રહ્યું હતું.

આ સાથે જ તડકો હોવા છતાં રાજ્યનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા પાંચ ડીગ્રી નીચે રહ્યું  હતું. હવામાન ખાતાના કેન્દ્ર શિમલાએ 27 એપ્રિલ સુધી રાજ્યભરમાં હવામાન સ્પષ્ટ રહેવાની આગાહી કરી છે. શિમલા, સોલન, સિરમૌર, મંડી, કુલ્લુ, ચંબા, કિન્નૌર અને લાહૌલ સ્પીતીમાં 28 થી 30 એપ્રિલ સુધી વરસાદ અને બરફવર્ષાની સંભાવના સેવાઈ રહી છે.

ઉના, બિલાસપુર, હમીરપુર અને કાંગડાનું હવામાન 30 એપ્રિલ સુધી સ્પષ્ટ રહેવાની સંભાવના છે. શનિવારે ઉનામાં મહત્તમ તાપમાન 31.4 બિલાસપુરમાં 30.0 માંડિમાં 29.4 હમીરપુરમાં 29.2, કાંગડામાં 28.5, સોલનમાં 27.4, નાહણમાં 27.3,ધર્મશાળામાં 21.6 , શિમલામાં, 20.3,  મનાલીમાં 19.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યુ છે.

જો હિમાચલ પ્રદેશના વિસ્તારોમાંશુક્રવારના રોજ  નોંધાયેલા લધુત્તમ તાપમાનની વાત કરીએ તો અહીં કેલાંગમાં 6.1 , કલ્પામાં માઈનસ 1.6 મનાલીમાં શૂન્ય ડેલહૌજીમાં 4.8 ,કુફરીમાં 4.7, શિમલામાં 7.4 નોંધાયું છે.

સાહિન-