ઓટોમોબાઈલના વેચાણમાં 15 ટકાથી વધુનો વધારો, Fadaએ જાહેર કર્યા આંકડા
દેશભરમાં વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. યાત્રી વાહનો સાથે ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત તમામ સેગમેન્ટમાં વધારો નોંધાઈ રહ્યો છે. જાન્યુઆરી 2024 દરમિયાન નોંધપાત્ર વાહનોનું વેચાણ થયું છે.
ફએડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન તરફથી જાન્યુઆરી મહિનામાં મંથ ઓન મંથ બેસિસ પર સાત ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમા વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો છે. FADA તરફથી જારી કરેલા રિપોર્ટ મુજબ જાન્યુઆરી મહિનામાં કુલ 21,27,653 વાહનોનું વેચાણ થયું હતું. જેમાં યાત્રી વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલરનો સમાવેશ છે. વાર્ષિક ધોરણે વેચાણમાં વધારો થયો છે. ડેટા મુજબ, જાન્યુઆરી 2023 દરમિયાન દેશભરમાં કુલ 18,49,691 યુનિટ્સનું વેચાણ થયું હતું.
FADAના રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2024 દરમિયાન યાત્રી વ્હીકલ સેગમેન્ટમાં 3,93,250 યુનિટ વેચાયા હતા. જાન્યુઆરી 2023 દરમિયાન સંખ્યા 3,47,086 હતી. ડિસેમ્બર 2023માં સંખ્યા 2,93,005 યુનિટ હતી. ટુ-વ્હીલર સેગમેન્ટમાં, જાન્યુઆરી 2024 દરમિયાન મોટરસાઇકલ, સ્કૂટર અને મોપેડનું કુલ વેચાણ 1458849 યુનિટ હતું. થ્રી-વ્હીલરના વેચાણમાં કુલ યોગદાન 97,675 યુનિટ હતું. જાન્યુઆરી 2024માં ટ્રેક્ટર 88,671 યુનિટ અને કોમર્શિયલ વાહનોના 89,208 યુનિટ વેચાયા હતા.
FADAના રિપોર્ટ મુજબ, જાન્યુઆરી 2024 દરમિયાન યાત્રી વાહન સેગમેન્ટમાં મંથલી બેસીસ પર લગભગ 34.21 ટકાનો ગ્રોથ રહ્યો. વાર્ષિક ધોરણે 13.30 ટકા ગ્રોથ નોંધાયો હતો. માસિક ધોરણે ટુ વ્હીલરના વેચાણમાં લગભગ 0.63 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો, વર્ષના આધાર પર ગયા વર્ષના મુકાબલે છેલ્લા મહિનામાં 14.96 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. થ્રી-વ્હીલર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 36.94 ટકા ગ્રોથ નોંધવામાં આવ્યો હતો અને કોમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં લગભગ 0.11 ટકા ગ્રોથ નોંધાયો હતો.