શારદીય નવરાત્રી 2023 : આ વખતે શું છે મા દુર્ગાની સવારી, જાણો માતાના વાહનનું મહત્વ
હિંદુ કેલેન્ડર મુજબ,અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે ઘટની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.તો ચાલો જાણીએ કે નવરાત્રિ ક્યારે છે, ઘટની સ્થાપનાનો સમય અને આ વખતે મા દુર્ગાની સવારી શું છે.
નવરાત્રી ક્યારથી શરુ થાય છે
આ વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબરે રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થશે અને 16 ઓક્ટોબરના રોજ સવારે 12:32 વાગ્યા સુધી ચાલશે. તેથી શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે.
ઘટ સ્થાપનાનું મુહર્ત
નવરાત્રિ દરમિયાન પ્રતિપ્રદાના દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘટ સ્થાપનાનો સમય 15 ઓક્ટોબરે સવારે 11:44 થી 12:30 સુધીનો છે.
હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા
આ શારદીય નવરાત્રિમાં, દેવી દુર્ગા તેમના વાહન, સિંહ પર નહીં, પરંતુ હાથી પર સવાર થશે. એવું માનવામાં આવે છે કે હાથી પર સવાર થઈને દેવી દુર્ગાનું આગમન ખૂબ જ શુભ હોય છે. માન્યતાઓ અનુસાર, જો નવરાત્રિ રવિવાર અથવા સોમવારે સમાપ્ત થાય છે, તો માતા ભેંસ પર સવાર થઈને પ્રસ્થાન કરે છે, જે શુભ માનવામાં આવતું નથી.જો નવરાત્રિ મંગળવાર અને શનિવારે સમાપ્ત થાય છે તો માતા કુકડા પર સવાર થઈને પ્રસ્થાન કરે છે. આ વાહન મુશ્કેલીની નિશાની છે.બુધવાર અને શુક્રવારે નવરાત્રીનું સમાપન થવા પર માતા હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરે છે, આ વધુ વરસાદ સૂચવે છે. ગુરુવારે નવરાત્રિનું સમાપન થવા પર માતા મનુષ્ય પર સવાર થઈને પ્રસ્થાન કરે છે, જે સુખ અને સમૃદ્ધિની નિશાની છે.