- ઉત્તરાખંડમાં બરફ ઘસાઈ આવાની ઘટના સર્જાય
- 29 જેટલા પર્વતારોહીઓ ફસાયા હતા
દહેરાદૂનઃ- ઉત્રાખંડ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તો તેજ રીતે પર્વતારોહીઓ માટે પસંદીદા સ્થળ છે,જો કે અહી ભારે બરફવર્ષા રહેતી હોય છે .જેને કારણે અનેક ઘટનાઓ પણ સર્જાય છે.ત્યારે આજે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે ઉત્તરાખંડમાં દ્રૌપદી વિસ્તારમાં સ્થિત દાંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાત ની ઘટના સર્જાય છે.
જાણકારી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 21 લોકો ફસાયા છે. કારણ કે અહીં 170 પર્વતારોહકોનું જૂથ ડાંડા-2 પર્વત પર તાલીમ લઈ રહ્યું હતું. ત્યારબાદ 29 ટ્રેઇની ક્લાઇમ્બર્સ હિમવર્ષામાં ફસાઇ ગયા હતા. જોકે આમાંથી 8ને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 21ની શોધ ચાલુ છે.ઉત્તરકાશી ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્રારા જણાવાયું હતું કે તેમની ટીમના સભ્યો દ્વારા આઠ પર્વતારોહકોને બચાવી લેવામાં આવ્યા હતા અને બાકીનાને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
અહીની ઊંચાઈ વધુ હોવાને કારણે લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવી રહ્યા છે. હિમસ્ખલન બાદ બચાવી લેવામાં આવેલા તાલીમાર્થી આરોહકોને સૌપ્રથમ મથલી હેલિપેડ પર લાવવામાં આવ્યા હતા.જો કે ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની પણ મુખ્યમંત્રીએ પૃષ્ટી કરી છે.
આ પર્વતના શિખર પર જવું એ ક્લાઇમ્બર્સની તાલીમનો એક ભાગ છે. આ સ્થળ દરિયાની સપાટીથી 16 હજાર મીટરની ઉંચાઈ પર હતું, જ્યાં સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
મુખ્યમંત્રીએ રાજનાથ સિંહ સાથએ વાત કરી બચાવ કાર્ય ઝડપી બનાવાના આદેશ આપ્યા
આ ઘટનાની જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બચાવ કાર્યને ઝડપી બનાવવા સેનાની મદદ માંગી હતી. એક ટ્વીટમાં ધામીએ કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને નેહરુ માઉન્ટેનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટના પર્વતારોહકોની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
આ સાથએ જ મુખ્યમંત્રી ધામીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પણ ફોન પર વાત કરી હતી અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સેનાની મદદ માંગી હતી.આ સાથે જ મોતને ભેટેલા બન્ને પર્વાતારોહી મહિલા હોવાનું કહેવાઈ રહ્યું છે,જો કે ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તે હાલ ચોક્કસ કોઈ માહિતી મળી નથી હાલ સીએમ એ બે લોકોના મોતની પૃષ્ટિ કરી છે.