Site icon Revoi.in

માર્કેટ માં અવનવા ઝુમખા ની ફેશન યુવતીઓને આપે ક્લાસિક લુક

Social Share

વારતહેવારે દરેક સ્ત્રીઓ  સુંદર અને આકર્ષક દેખાઈ આવી સ્થિતિમાં દરેક સ્ત્રીઓે કપડાની સાથે ઓરનામેન્ટ્સનું પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.આજકાલ માર્કેટમાં અવનવા જુમખાઓ ટ્રેન્ડિંગમાં જોવા મળે છએ જે સ્ત્રીઓની સુંદરતામાં ઓર વધારો કરે છે.

સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ, તો આજે અમે તમારા માટે ટ્રેન્ડી ઇયરિંગ્સનો વિકલ્પ જણાવીશું. જે તમારા આઉટફિટની શોભા ઓર વધારશે. આ સાથે જ અનોખો અને આકર્ષક લૂક આપે છે, તો ચાલો જાણીએ દિવાળી માટેના સ્ટાઇલિશ ઇયરિંગ્સ કલેક્શન વિશેની કેટલીક વાતો

ઝુમખા

જો તમે દિવાળીની ઉજવણી પર લહેંગો પહેરી રહ્યા છો, તો ઝુમકા તમારા દેખાવને ખૂબ જ સ્ટાઇલિશ બનાવે છે. આ પ્રકારના ઝુમખા તમને બજારમાં 600 રૂપિયાની આસપાસ સરળતાથી મળી શકે છે.અને ઓક્સોડાઈઝમાં 100 રુપિયા સુધી ઉપલબ્ધ હોય છે.

કુંદન ઈયરિંગ્સ

જો તમે દિવાળી પર કલરફુલ અને ટ્રેડિશનલ કંઈક પહેરતા હોવ તો તમે કુંદન ઈયરિંગ્સ પસંદ કરી શકો છો. માર્કેટમાં તમને 500 થી 800 રૂપિયામાં આસાનીથી મળી શકે છે.

બોહો સ્ટાઈલ ઈયરિંગ્સ

જો તમે દિવાળી પર કંઈક સ્ટાઈલિશ પહેરવા ઈચ્છો છો તો તમે આજકાલ બોહો બોહો સ્ટાઈલ ઈયરિંગ્સ પસંદ કરી શકો છો. તમામ ઉંમરની મહિલાઓને બોહો સ્ટાઇલની ઇયરિંગ્સ ગમે છે.

ઈન્ડો વેસ્ટર્ન ઈયરિંગ્સ

જો તમે દિવાળી પર મિનિમલિસ્ટ અને ટ્રેન્ડી સ્ટાઈલ કેરી કરવા માંગતા હોવ તો ઈન્ડો-વેસ્ટર્ન ઈયરિંગ્સ તમારા માટે પરફેક્ટ છે. આ પ્રકારના ઈયરિંગ્સ તમને 300 રૂપિયાની આસપાસ માર્કેટમાં સરળતાથી મળી જશે.

જરકન ઈયરિંગ્સ

જો તમે દિવાળી સેલિબ્રેશન દરમિયાન કેટલીક હેવી ડિઝાઈન કેરી કરવા માંગતા હોવ તો મોનોક્રોમ આઉટફિટ્સ સાથે આવી ઈયરિંગ્સ કેરી કરી શકો છો. તમને માર્કેટમાં આવી લગભગ 700 થી 1000 રૂપિયામાં મળી જાય છે.