હોલિવૂડની ‘અવતાર’ વિશ્વમાં સોથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની – ‘એવેન્જર્સ’, ‘જુરાસિક વર્લ્ડ’ જેવી ફિલ્મો પણ વધુ રેકોર્ડબ્રેક કમાણીના લીસ્ટમાં
- અવતાર ફિલ્મ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કમાણી કરી
- ચીનમાં ફરી વખત રિલીઝ કરવામાં આવી આ ફિલ્મ
મુંબઈ – હોલીવુ હોય કે બોલિવૂડ સિનેમા જગતમાંઅનેક ફિલ્મો હનતી હોય છે,દરેક ફિલ્મ દ્વારા સારી કમાણીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આમાંથી કેચટલીક જ એવી ફિલ્મો હોય છે જેમણે વિશ્વમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હોય અને નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હોય. ત્યારે આવી જ એક હોલિવૂડ ફિલ્મ અવતાર જોવા મળે છે, આ ફીલ્મને ચીનમાં ફરી એક વખત રીલીઝ કરવામાં આવી છે.
‘અવતાર’ એ અત્યાર સુધીમાં વર્લ્ડ વાઇડ બોક્સ સંગ્રહમાં લગભગ 20 હજાર 368 કરોડ એટલે કે 2.802 અબજ ડોલરની કમાણી કરીને સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે, અવતારે 20 હજાર 332 કરોડ એટલે કે2.797 અબજનો બિઝનેસ કરનારી ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ ને પાછળ પછાડી દીધી છે. આ સિવાય પણ ઘણી એવી ફિલ્મો છે, જેણે તેમના સમયમાં રેકોર્ડબ્રેક કમાવ્યા છે.
વર્ષ 2015 માં દિગ્દર્શક જોસ વ્હેડન દિગ્દર્શિત હોલીવુડની ફિલ્મ ધ એવેન્જર્સે બોક્સ ઓફિસ પર 9799.14 કરોડની કમાણી કરી હતી. તે છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. મલ્ટિસ્ટારર ફિલ્મની ભારતમાં પણ પ્રશંસા કરવામાં આવી હતી. ભારતમાં પણ તેણે સારી કમાણી કરી હતી.
વર્ષ 2015 માં ‘જુરાસિક વર્લ્ડ’ રૂ. 10837.46 કરોડની કમાણી કરનારી સુપર હીટ ફિલ્મ રહી હતી. તેના ડાયરેક્ટર કોલિન ટ્રેવેરો હતા. જુરાસિક વર્લ્ડ ડાયનાસોર્સ પ્રાણીને કારણે સર્જાતી વિનાશ પર આધારિત હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે કોઈ પાળતુ પ્રાણી ડાયનાસોર છટકી જાય છે અને વિનાશ કરે છે. આ ફિલ્મ નિશ્વભરના મોટા થિયેટરોમાં દર્શાવવામાં આવી હતી જેણે કરોડોની કમાણી કરી હતી.
‘સ્ટારવોર્સ – ધ ફોર્સ અવેન્કસ’ પણ 2015 માં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 13368. 37 કરોડ રુપિયા રહ્યું હતું. સાયન્સ ફિક્શન સુપરહિરો ફિલ્મે વિશ્વભરમાં લગભગ 13 હજાર 336 કરોડનો બિઝનેસ કર્યો હતો.
સાહિન-