- ભયંકર તડકામાં બહાર જવાનું ટાળો
- શરીરને આ રીતે કરી શકે છે અસર
- કિડનીને પણ થઈ શકે છે અસર
દેશમાં અત્યારે ગરમીનો માહોલ છે, ગરમીનો પારો 40 ડિગ્રીના તાપમાનને ક્રોસ કરી રહ્યો છે ત્યારે દરેક લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ભયંકર તડકાની અસર શરીરના અનેક ભાગો પર થઈ રહી છે અને તેનાથી ગંભીર પરિણામ પણ ભોગવવું પડી શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે આ હિટવેવમાં બહાર નીકળીવાથી હિટ સ્ટ્રોકનો ખતરો રહે છે. એટલી હદે કે, હિટસ્ટ્રોક તમારી કિડની પર પણ અસર કરી શકે છે. જેના કારણે ડોકટર્સ પણ હિટ સ્ટ્રોકથી બચવાની સલાહ આપે છે.
જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે હિટસ્ટ્રોકના કારણે શરીરમાં ડીહાઇડ્રેશન થઈ જાય છે. એટલે કે શરીરમાં પાણીની કમી થઈ જવી તેને ડીહાઇડ્રેશન કહેવામાં આવે છે. ડીહાઇડ્રેશનના કારણે શરીરમાં બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે. શરીરમાં પેશાબ વાટે અને પરસેવા રૂપે પાણી બહાર આવે છે. ગરમીમાં સૌથી વધુ પરસેવો થાય છે એટલે પાણી બહાર આવે છે. અને શરીરમાં પાણીની ઘટ થવાથી ડીહાઇડ્રેશન થાય છે. શરીરમાં કિડની એક માત્ર એક એવું અંગ છે કે, શરીરમાં થોડા સમય માત્ર પણ બ્લડ પ્રેશર ઓછું થાય એટલે કે બ્લડનો પ્રવાહ ઓછો થાય તો તેની અસર કિડની પર થવાની શરૂ થઈ જાય છે. તેને એક્ટિવ પ્રિનલ ફેલ્યોર કહેવાય છે. ધીરેધીરે કિડની કામ કરવાનું બંધ કરે એટલે બીજા કોમ્પ્લિકેશન થવાના શરૂ થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક વ્યક્તિઓની જોબ અને નોકરી એવી હોય છે કે જેના કારણે તેમને બહાર ફરવું પડતું હોય છે અને મજબૂરીમાં રોજ તડકામાં ફરવું પડતું હોય છે. આવામાં તે લોકોએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.