Site icon Revoi.in

શિયાળામાં ત્વચા પર માર્કેટની પ્રોડેક્ટનો યૂઝ ટાળો- આમળાના નેચરલ પેકનો કરો ઉપયોગ, ત્વચા બનશે કોમળ

Social Share

હાલ શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે. આ સિઝનમાં રુસ્ક બરછટ અને પ્રોટિન વિનાની થઈ જતી હોય છે, આપણે ત્વચા પર નિખાર લાવવા અને ત્વચાને નરમ કોમળ બનાવવા માટે માર્કેટમાં મળતા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ જો કે શિયાળામાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ.

આ માટે આમળાનો ફેસપેક તમારી ત્વચા માટે બેસ્ટ ઓપ્શન છે.આ સાથે જ તમે તેમાં હરદળ મિક્સ કરીને ણ લગાવી શકો છો. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામિન સી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક  ગણાય છે. વિટામિન સી એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે.જેથી તે ત્વચાને કોમળ બનાવાનું પણ કામ કરે છે.

આમળાનો ફેસપેક બનાવા માટે 4 થી 5 નંગ કાચા આમળાના છીણમાં અડધી ચમચી મધ અને એડધી ચમચી હળદળ મિક્સ કરો. પછી ચહેરાને પાણીથી સ્વચ્છ કરી લો. અને તે પછી આ જાડી પેસ્ટ ચહેરા પર લગાવો. 10 મિનિટ આ પેસ્ટને ચહેરા પર રાખ્યા બાદ ફેસવોશ કરીલો.

આ સહીત કાચા આમળામાંથી થળીયા કાઢીલો, ત્યાર બાદ તેને ક્રશ કરીલો તેમાં હરદળ નાખીને તેની પેસ્ટ બનાવી લો,ત્યાર બાદ તેમાં ગુલાબ જળ એડ કરીલો તૈયાર છે આ પેસ્ટ તમારા ચહેરા પર ઘણો ફાયદો કરશે