જો ઉનાળાની ગરમીમા પણ હેલ્ધી રહેવું છે તો આ પ્રકારના ખોરાકને ટાળો
- ઉનાળામાં માસ-મચ્છી ઓછા ખાવા
- તળેલો અને તીખો ખોરાક પણ ટાળવો
હાલ ઉનાળાની સિઝન શરુ થી ચૂકી છે, ઘરની બહાર બપોરના સમયે જતા પહેલા એક વખત ચોક્કસ વિચાર કરવો પડે છે, ગરમીના કારણે લૂ લાગવાથી બોડી ડિ હ્રાઈડ્રેડ થવાની સમસ્યા રહે છે આવી સ્થિતિમાં આપણે આપણા ખોરાક પર પુરતુ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને ઉનાળામાં તીખા,તળેલા તથા ગરમ ખોરાક ખાવા પર નિયંત્રણ રાખવું જોઈએ નહી તો આરોગ્યને ખરાબ અસર થઈ શકે છે.જો તમારે ઉનાળાની ગરમીમા પણ સ્વસ્થ્ અને તંદુરસ્ત રહેવું છે ચો આઠલી વસ્તુઓનું સેવન ઓછુ કરી દેવું જોઈએ.
ઉનાળામાં ગરમ ખોરાક ટાળવો
ખાસ કરીને ઉનાળામાં અડદની દાળ અથવા રાજમા વધારે ન ખાવા જોઈએ કારણકે તેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે. જો કે તમે ઉફણદાવેલા કઠઓળ ખાઈ શકો છો.
લસણનો વધુ ઉપયોગ વ કરવો
ઉનાળામાં જે લોકોને તીખુ તનમતમતું ખાવાનો શોક છે તેમણે ચેતી જવું જોઈએ, ખાસ કરીને જે લોકો લસણની ચટણી ખાતા હોય તેમણે ઓછી કરી દેવી જોઈએ લસણ તિષય ગરમ હોવાથી શરીરમાં ગરમી નીકળે છે.
તળેલો ખોરાક ટાળવો જોઈએ
જો તમે ઉનાળાની ગરમીમાં ટ્રાવેલિંગ કરી રહ્યા છો કે ઘરની બહાર જઈ રહ્યા છો તો તમારે ફૂલ તેલમાં તળેલી વસ્તુઓ ખાવી જોઈએ નહી, કારણ કે તાપના કારણે આવી વસ્તુઓથી અક્રામણ થાય છે, આ સાથે જ પેટમાં બળતરા અને એસિડીટી જેવી સમસ્યાઓ સર્જાય છે
બપોરના સમયે હળવું ખાવું
જો તમે હેલ્ધી રહેવા ઈચ્છો છો તો બપોરે લીલા શાકભાજી ઓછા તેલ મસાલામાં બનાવેલા ખાવા જોઈએ, આ સાથે જ જો દાળ બનાવો છો તો થોડી પાતળી દાળ ખાવી જોઈએ જે તમારા પેટને નુકશાન નહી કરે, બને ત્યા સુધી છાસ અને દહીં ભોજનમાં લેવું જોઈએ
માસાહારને અવોઈડ કરો
ઉનાળાની ગરમીના કારણે એક તરફ આપણાને લૂ લાગે છે અને આવી સ્થિતિમાં જો તમે નોનવેજ ખાઈ રહ્યા છો તો તે તમારી શરીરની ગરમીવે વધારે છે, છેવટે ખીલ થવા પેટમાં ગરમી થવી,પેશાબમાં બળતરા થવી જેવી ફરીયાદ થાય છે જેથી માસ-મચ્છીનો આહારમાં નહીવત ઉપયોગ કરવો જોઈએ
પાણી વધુ પીવો
ઉનાળામાં દર કલાકે કલાકે પાણી પીવાની આદત રાખો, પાણી તમારા શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે, આ સાથે જ ફ્રીજનું પાણી વધુ ન પીવું જોઈએ, માટલાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ
ઠંડા દૂધની વાનગીઓ ખાઈ શકો છો
જો તમે ઈચ્છો તો બપોરના સમયે આઈસક્રીમ, દૂધ કોલ્ડ્રીંક્સ જેવી વસ્તુઓ જમ્યા બાદ લઈ શકો છો, બને તો ફૂદી, વોટરમેલનનું જ્યુસ પીવાની આદત વધુ સારી રહેશે,આ સાથે જ પાણીમાં ફૂદીનો અને કાકણીને પલાળઈને તે પાણીમાં લીબું નાખી તેને પીવાથી એનર્જી મળે છે.