Site icon Revoi.in

પ્રવાસ કરવાનો પ્લાન હોય તો, સૌથી મહત્વની આ વાતનું રાખજો ધ્યાન

Social Share

જ્યારે કોઈ વ્યક્તિ પ્રવાસ માટે જાય છે ત્યારે તે હંમેશા એવી વસ્તુઓની વધારે ચીંતા કરતો હોય છે જે એટલી જરૂરી પણ નથી હોતી. જ્યારે સામાન્ય વ્યક્તિ ફરવા જાય ત્યારે તે કેમેરા, કપડા, જમવાનું તથા એવી અન્ય વસ્તુઓ પર વધારે ધ્યાન આપતો હોય છે. અને જ્યારે ફરવાનું શરૂ થાય ત્યારે તે સૌથી વધારે ધ્યાન કેમેરા, કપડા અને તે વસ્તુઓનું રાખતો હોય છે જેના કારણે તે પ્રવાસમાં આનંદનો અનુભવ કરી શકતા નથી.

જે લોકો દ્વારા મોટા-મોટા પ્રવાસ કરવામાં આવે છે અને જે લોકો ટ્રાવેલ એક્સપર્ટ અથવા ટ્રાવેલ બ્લોગર છે તે લોકો કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ફરવા જાય ત્યારે તેણે માત્ર ફરવા પર ધ્યાન આપવું જોઈએ અને તે અનુભવને જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ કે કોઈ સ્થળ પર સૂર્યાસ્ત જોવા જાવ છો તો સૂર્યાસ્તને ફોટો કેદ કરવાને બદલે તે સમયને અનુભવ કરો અને તે સમયનો આનંદ લેવો જોઈએ.

જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને કોચની બહાર નીકળી શકતા નથી તો તે સમયે મોબાઈલનો ઉપયોગ ન કરો અને પરિવાર કે મિત્રો સાથે સમય પસાર કરો, જેથી કરીને પ્રવાસમાં ગયા હોય તેવું લાગે.

ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોને સોલો ટ્રાવેલિંગ એટલે કે એકલા ફરવાનો શોખ હોય છે પરંતુ તે લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પ્રવાસમાં અમુક પ્રકારનું વર્તન ન રાખવું જોઈએ.