આ જીવનમાં કેટલાક લોકો એવા છે કે જે માનસિક રીતે સુખી છે પરંતુ આર્થિક રીતે અનેક સમસ્યા છે. કેટલાક લોકો એવા છે કે જે લોકો આર્થિક રીતે સુખી છે તો તેમને માનસિક રીતે અનેક સમસ્યા છે. આવામાં જો વાત કરવામાં આવે તમામ વ્યક્તિની તો દરેક વ્યક્તિએ પોતાની માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને દુર કરવા માટે કેટલાક પ્રકારની ટેવ અને વર્તનને ટાળવું કે ઓછું કરવું જોઈએ.
આજના સમયમાં લોકો પ્રાઈવસીના નામે એકલા રહેવાની કોશિશ કરે છે. આ પદ્ધતિ તમને થોડા સમય માટે ખુશી આપી શકે છે, પરંતુ એક સમયે તમે એકલતાનો શિકાર બની શકો છો. જે લોકો એકલતાની ઝપેટમાં છે, તેમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. આમાં તણાવ, ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓ થવા લાગે છે. તો વ્યક્તિએ એકલા રહેવાનું પણ ટાળવું જોઈએ.
વ્યસ્ત જીવન અને ખરાબ દિનચર્યાના કારણે લોકોને ઓછી ઊંઘ લેવાની આદત પડી જાય છે. ઓછી ઊંઘના કારણે મગજ પર એક સમયે તણાવ શરૂ થઈ જાય છે. શરૂઆતમાં થાક અને તણાવ રહે છે, પરંતુ આ ભૂલ એક સમયે ડિપ્રેશનનું કારણ બની શકે છે. કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ ફોન કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે ઓછી ઊંઘ લે છે. મનને શાંત રાખવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જો તમને આવી આદત છે અથવા તમે તમારા જીવનમાં આવી ખોટી રીત અપનાવી રહ્યા છો તો તેને તરત જ બદલવાનો પ્રયાસ કરો.
ઉલ્લેખનીય છે કે આ લેખને માત્ર માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.