- શિયાળા બને ત્યા સુધી સાબુનો ઉપયોગ ટાળવો
- બેસન,મલાઈ અને એલોવેરા જેલનો ઉપયોગ કરવો
શિયાળાની સિઝનમાં આપણી સ્કિન ખૂબ જ રુસ્ક થતી હોય છે, સ્કિન રુસ્ક થવાના કારણે સ્કિન ફાટી જાય છે અને કરુસ્ક ત્વચાના કારણે આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ચહેરો સાફ કરવા માટે આપણે જે ખાસ સાબુ કે પછી ફેસવોશ કે પછી ફેસ ક્લિન્ઝર યુઝ કરતા હોઈ છીએ તે પુરું થઈ જાય અને તેના વગર જ કામ ચલાવવું પડે છે.છેવટે સ્કિન વધારે બરછડ બને છે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ ચાલો જાણીએ.
દૂધનો કરો ઉપયોગ
દૂધ નેચરલ પ્રોડક્ટ છે જે ત્વચા માટે ક્લિન્ઝર મિલ્કનું કામ કરી જાય છે, ક્લીન્ઝર હતું દૂધ. દૂધના ઉપયોગ વડે તમારી ત્વચા પરના મૃત કોષોને દૂક કરી શકો છો. તેના માટે તમારે ફેટ ફ્રી કે લો ફેટ મિલ્ક ન વાપરવું પણ ફુલ ફેટ દૂધ વાપરવું જોઈએ. તે એટલા માટે કારણ કે ફૂલ ફેટ દૂધમાં પ્રોટીન અને મોઇશ્ચરાઇઝર વધારે હોય છે જે તમારી ત્વચાને ખૂબ લાભ પહોંચાડે છે.
દૂધનો પ્રયોગ કરવા માટે તમારે તમારી હથેળીમાં થોડું દૂધ લેવાનું છે અને તેનાથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરવાનું છે,
મધઃ-
મધથી ત્વચા સ્મૂથ બને છે ,મઘ અને લીંબૂ તમને ઘણી બધી રીતે મદદ કરે છે. તે એક ઉત્તમ ડીટોક્સીફાઇંગ અને વેઇટ લોસ ફૂડ છે.આ સાથે જ જે લોકોની ઓઈલી હોય તેમની ત્વચા લીંબૂથી સાફ કરવાથી ખૂબ જ સ્વચ્છ થઈ જાય છે. આજ રીતે જો મધમાં લીબુંનો રસ નાખીને આ મુશ્રણથી સ્કિન સાફ કરવાથી મસાજ કરવાથી કે પેક લગાવવાથી સ્કિન કોમળ બને છે.
મધ તમારી ત્વાચને કૂદરતી રીતે સ્વચ્છ કરે છે અને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. મધ એક કૂદરતી હ્યુમેક્ટન્ટ છે જે હવામાંથી મોઇશ્ચર ખેંચી લાવે છે. તે તમારી ત્વચાને મુલાયમ બનાવે છે, અને તેને એક કૂદરતી ચમક આપે છે.
બ્રાઉન શૂગર –
ત્વચા માટે બ્રાઉન સૂગર પણ ઉપયોગી છેબ્રાઉન શુગર કે પછી સાદી ખાંડ એક એક્સફોલીએટીંગ એટલે કે સ્ક્રબર તરીકે ઉત્તમ કામ કરે છે. તેનાથી તમાચી ત્વચા પરની મૃત ચામડી દૂર થઈ જાય છે. પણ તે સાથે સાથે ખાંડ એક ઉત્તમ ક્લીન્ઝર પણ છે. તમારે થોડા તેલ સાથે થોડી ખાંડ ઉમેરવી જોઈએ. તેલમાં તમે ઓલીવ ઓઈલનો ઉપયોગ કીર શકો છો, આ સિવાય તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
કોપરેલ તેલ તેમજ ઓલીવ ઓઇલ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને તેમાં રહેલી ખાંડ તમારી ત્વચા પરના મૃત કોષોને દૂર કરશે. પણ જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે માત્ર ખાંડનો જ ઉપયોગ કરવો જોઈએ, અને તેલની જગ્યાએ તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો. હવે આ બન્ને વસ્તુના મિશ્રણથી તમારે તમારા ચહેરા પર ખૂબ જ હળવાશથી મસાજ કરવું. ચહેરા ઉપરાંત તમે તમારા શરીર પર પણ તેનાથી મસાજ કરી શકો છો. ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો. તમારી ત્વચા તમને ખૂબ જ સ્મૂધ અને સોફ્ટ લાગશે.