Site icon Revoi.in

આ જગ્યાઓ પર ફરવા જવાનું ટાળો,આ જગ્યા નથી સારી

Social Share

આપણા દેશના લોકો ફરવા માટે અઢળક રૂપિયા ખર્ચ કરતા હોય છે. લોકોને ફરવાનું સૌથી વધારે પસંદ હોય છે. જો વાત કરવામાં આવે આપણા દેશના લોકોની તો એ તો મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા જતા હોય છે. લોકો જે તે સ્થળ વિશે જાણીને એ સ્થળે ફરવા જતા રહેતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે ન ફરવાલાયક સ્થળોની તો કેટલાક સ્થળો એવા પણ છે કે જ્યાં ફરવા જવાનું લોકોએ ટાળવું જોઈએ.

સૌથી પહેલા આવે છે અમેરિકાનો નેશનલ પાર્ક, અમેરિકાનો આ નેશનલ પાર્ક 84 મિલિયન એકરમાં ફેલાયેલો છે. આ પાર્ક ચારેય બાજુથી ગાઢ જંગલો, ડેઝર્ટ્સ અને ઉંચા-ઉંચા પહાડથી ઘેરાયેલો છે. આ ગાઢ જંગલમાં આવનારા એક પણ વ્યક્તિ પાછા નથી જઈ શક્યા. આ પાર્કના આ જ રહસ્યને ઑર્થર ડેવ્ડ પોલીડેસે પોતાની પુસ્તક Missing 411માં લખ્યું છે, જેમાં અંદાજિત 1,100 લોકોના ગાયબ થઈ જવાની ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

આ પછી આવે છે રાજસ્થાનમાં આવેલો ભાનગઢનો કિલ્લો, આ કિલ્લાને લોકો ભૂતિયો કિલ્લો કહે છે. આ કિલ્લાને લઈને અનેક વાતો પ્રચલિત છે પણ  હકીકત શું છે તેના વિશે કોઈને નથી ખબર. લોકોના કહેવા પ્રમાણે આ જગ્યા પર લોકોને નેગેટિવ એનર્જીનો અનુભવ થાય છે અને જે લોકોને આ પ્રકારની વસ્તુઓથી દુર રહેવું હોય તે લોકોએ આ જગ્યાઓ પર જવુ જોઈએ નહી.

પુણેનો શનિવારવાડા કિલ્લો ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં લોકો જાય છે. જોકે કેટલાક લોકો તેને ભૂતિયા પણ માને છે. આ કિલ્લામાં મરાઠા સામ્રાજ્યના દસમા પેશ્વા નારાયણ રાવ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. તેઓ માત્ર 18 વર્ષના હતા. આ ઘટનાએ આ કિલ્લા વિશે વિવિધ ભયાનક વાર્તાઓને જન્મ આપ્યો છે.