નવી દિલ્હીઃ વર્ષ 2022 માટે “યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન” 151 પોલીસ કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યા છે. આ મેડલ ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને તપાસમાં આવી શ્રેષ્ઠતાને માન્યતા આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
આ પુરસ્કારો મેળવનારા કર્મચારીઓમાં 15 સીબીઆઈના, મહારાષ્ટ્ર પોલીસના 11 અધિકારી-કર્મચારી , મધ્યપ્રદેશ પોલીસના 10, ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ પોલીસના 8, રાજસ્થાન પોલીસના 8 અધિકારી-કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ અધિકારીઓને ચંદ્રક એનાયત કરવામાં આવશે. ચંદ્રક મેળવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓમાં આઠ મહિલા પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.
ગુજરાતના આઈજીપી અભય ચુડાસમા, આઈજીપી ગીરીશકુમાર લક્ષ્મણભાઈ સિંઘલ, ડીવાયએસપી ઉષા રાડા, સાગર બાગમાર, એસીપી રાજેન્દ્રસિંહ સરવૈયા, ભુપેન્દ્ર દવેને કેન્દ્રહીય ગૃહ પ્રધાન ચંદ્રક એનાયત કરવામાં આવશે.