Site icon Revoi.in

ભાગવત સપ્તાહ અને કથાઓના કારણે જ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છેઃ સી.આર.પાટીલ

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરતી ઉપર કથાઓ અને ભાગવત સપ્તાહના કારણે જ સમાજના લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છે. એટલે જ સંયુક્ત કુંટુંબની ભાવના જળવાઈ રહી છે. તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. સી.આર.પાટીલ જામગર ખાતે શ્રી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત પૂજય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઇ શ્રી) ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

આ પ્રસંગ્રે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જયારે મને બોલવાનો અવસર મળ્યો છે તે માટે ભાઇશ્રીનો આભાર માનીને વંદન કરુ છું. આ કથામાં મોટી સંખ્યામાં લોકોને કથાનો લાભ મળે તે માટે ખૂબ સારુ આયોજન કરવામાં આવ્યું છે. કથામાં પહેલા દિવસે કોરોનાની મહામારીમાં અનાથ બાળકો દ્વારા આરતી કરાવવામાં આવી, બીજા દિવસે દિવ્યાંગ બાળકો દ્વારા આરતી કરાવવામાં આવી, ત્રીજા દિવસે દલિતભાઇ-બહેનો દ્વારા આરતી કરાવવામાં આવી અને દલિત ભાઇ-બહેનોને સાફાબાંઘી અને ઘોડા પર બેસાડી રેલી દ્વારા કથામાં લાવવામાં આવ્યા હતા. આવી અદભૂત વિશિષ્ટા સાથે આ કથાનું આયોજન થયું છે તે બદલ ભાઇશ્રી અને કથાના આયોજક ધર્મેન્દ્રસિંહ જાડેજા( હકુભા) અને તેમના પરિવારના સભ્યો અને સાથી ટીમનો આભાર. સૌરાષ્ટ્રની ઘરા પર સંતો અને મહંતો દ્વારા જે કથાઓ તેમજ ભાગવત સપ્તાહ થાય છે તેના કારણે જે ઘર્મનું જ્ઞાન મળે છે તે કારણે સમાજના લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે છે. કથા સાંભળનાર શ્રોતાઓને સારા વિચાર આવે છે. કથા સાંભળીને તેમનામાં સંયુકત કુટંબની ભાવના વઘે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સંયુકત કુંટુબની ભાવના જળવાઇ રહી છે તેનો જશ સૌરાષ્ટ્રની ધરાના સંતો અને મહંતોને આપવો પડે. સૌરાષ્ટ્રમાં મહંદઅંશે વૃદ્ધાશ્રમ બનાવવાની જરૂર પડતી નથી.

ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ અને પુર્વ મંત્રી આર.સી.ફળદુ, ખોડલઘામના ટ્ર્સ્ટી નરેશભાઇ પટેલ, સાંસદ પુનમબેન માંડમ, જીલ્લાના અધ્યક્ષ રમેશજી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં કથાનો લાભ લેવા આવ્યા હતા.