અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરવાના બાકી છે. જે એકાદ-બે દિવસમાં જાહેર કરાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ થયું છે. તે મુજબ ભાવનગર અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે. જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિના સમીકરણો મુજબ વ્યુહરચના ગોઠવવામાં આવી રહી છે. ત્યારે ઔવસીની પાર્ટી AIMIMએ પણ ગાંધીનગર અને ભરૂચમાં ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે. અને આ વિસ્તાર ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતો હોવાથી ઔવસીની પાર્ટીએ મુસ્લિમ મતોના વિભાજન માટે ઉમેદવાર ઊભો રાખશે. જ્યારે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં પણ મુસ્લિમ મતદારો વધુ છે. એટલે ત્યાં પણ ઉમેદવાર ઊભો રખાશે. એટલે આ બન્ને ઉમેદવારો ઊભા રાખવાની ભાજપને લાભ થશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આગામી તા, 7મી મેના રોજ યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જ્યારે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ પાર્ટી 24 તો આમ આદમી પાર્ટી 2 સીટો પર ચૂંટણી લડવાની છે. આ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર ઉમેદવારો ઊભા રાખશે. ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ સોનલ પટેલને ટિકિટ આપી છે. જો કે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. આ મત વિસ્તારમાં જુહાપુરાનો સમાવેશ થાય છે. જુહાપુરામાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ છે. અને ઔવસીની પાર્ટીને કારણે મુસ્લિમ મતોનું વિભાજન થશે. તેને કારણે કોંગ્રેસને ડિપોઝીટ બચાવવી પણ અઘરી પડશે. જ્યારે ભરૂચની બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા સારીએવી છે. એટલે ઔવસીની પાર્ટીને લીધે સીધો લાભ ભાજપને થશે. ભરૂચ સીટથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાનમાં છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. હવે આ સીટ પર એઆઈએમઆઈએમની એન્ટ્રી થતાં અહીં પણ ત્રિકોણીય જંગ જોવા મળશે. (File photo)