Site icon Revoi.in

મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં

Social Share

મુલતાનમાં આવેલા સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યતા વર્ષોથી મુસ્લિમ આક્રમણકારોને ખુંચતી હતી. જેથી મુલતાન કબજો કરવા અનેક પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમદ ગજનવી સહિતના આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ્ર કરવાના પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમ્મદ બિન કાસિમ નામના આક્રમણકારે કાવતરુ ઘડીને કબજો જમાવ્યો હતો.

હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

મુલતાન સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યથી સ્વર્ણનગરી તરીકે ઓળખાતું

સિંધ પર વિજય મેળવ્યા પછી, મુલતાન પર મોહમ્મદ બિન કાસિમ દ્વારા 713 ઈસ્વીમાં આક્રમણ કરવામાં આવ્યું હતું. આ આક્રમણ અલોરના શાસક રાજા ચાચને પરાજીત કરવા કર્યું હતું, તેણે મુલતાનને પાણી પુરુ પાડતા નહેર મારફતે પાણી અટકાવીને મુલતાન પર કબજો કર્યો. મુહમ્મદ બિન કાસિમ દ્વારા સિંધ અને મુલતાન પર વિજય મેળવ્યા પછી પણ, મુસ્લિમ આક્રમણકારોએ બે કારણોસર 1026 સુધી મંદિરને સુરક્ષિત રાખ્યું.

મુલતાનના સુર્ય મંદિર અને વિશાળનગરથી ઇતિહાસકારો પણ આકર્ષાયા

પ્રથમ મંદિરના પ્રસાદની આવક, જે કુલ આવકના 30 ટકા હતી અને બીજું, જ્યારે આસપાસના હિંદુ રાજાઓએ સિંધની આઝાદી માટે કૂચ કરી ત્યારે આ મંદિર અને તેની પ્રતિમાને નષ્ટ કરવાનો ડર બતાવીને હિંદુ રાજાઓને પાછા ફરવાની ફરજ પડી હતી. તેનો ઉલ્લેખ પુસ્તક અલમાસીદીના લેખક મુરુજ અગા-ગહાબમાં મદીન અલ-ઝવાહિરમાં કર્યો છે. તેમજ આ ઉલ્લેખ દે ગોજે લે. ઇબ્ન હકલ (228-29)નામના પુસ્તકમાં પણ કરવામાં આવ્યો છે.

મોહમ્મદ ઘોરીએ 1175માં મુલતાન પર હુમલો કર્યો હતો, બાદમાં અહમદ શાહ અબ્દાલી (1747) એ મુલતાન પર વિજય મેળવ્યો અને તેને અફઘાનિસ્તાન સાથે જોડી દીધું. આ પછી પેશ્વનિત સ્વરાજ સંઘ એટલે કે રઘુનાથ રાવ અને મલ્હાર રાવના નેતૃત્વમાં મરાઠાઓએ મુલતાનના કિલ્લા પર સ્વરાજ સંઘનો ભગવો ધ્વજ ફરકાવવામાં સફળતા મેળવી હતી. બાદમાં 1818માં, મહારાજા રણજીત સિંહે તેને અફઘાનો પાસેથી છીનવી લીધું, જેને બ્રિટિશ સામ્રાજ્યમાં અંગ્રેજોએ જોડી દીધું હતું.