- હવામાં ઉડતી મરઘી
- વીડિયો થયો વાયરલ
- વીડીયો જોઈ હેરાન થઈ જશો
પાંખ વાળા અથવા ઉડવા વાળા કોઈ પણ જીવને પક્ષી કહેવવામાં આવે છે.એ તો તમે જાણતા જ હશો.પક્ષીઓ ઊંચા પર્વતોને પણ સરળતાથી પાર કરી શકે છે.જો કે, કેટલાક પક્ષીઓ એવા હોય છે જે પાંખો હોવા છતાં ઉડી શકતા નથી.આમાં મરધા અને મરધીનો પણ સમાવેશ થાય છે. તેમની પાસે પાંખો છે, પરંતુ તેઓ ઓછી ઉંચાઈ પર અને થોડા સમય માટે ઉડી શકે છે.તેઓ તેમની પાંખો વડે લાંબુ ઉડી શકતા નથી. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો તમે પણ આ વિડિયો જોશો તો તમે પણ ચોંકી ગયા વગર નહીં રહો. આ વીડિયો એક મરધીનો છે, જે લાંબી ઉડાન ભરતી જોવા મળી રહી છે. તમે આટલી લાંબી ઉડાન ભરતી મરઘીને ભાગ્યે જ ક્યારેય જોઇ હશે.
વિડિયોમાં તમે જોઈ શકો છો કે,એક મરઘી દોડતી વખતે અમુક અંતર સુધી દોડે છે અને પછી ત્યાંથી ઉડવાની સ્થિતિ બનાવવા લાગે છે.પછી તે તેની પાંખોની મદદથી ઉડવાનું શરૂ કરે છે અને ઉડતી વખતે ઘણી લાંબી ચાલે છે. તેણીને ઉડતી જોઈને એવું નથી લાગતું કે તે મરઘી છે, પરંતુ તે દૂર દૂર ઉડતા પક્ષીની જેમ તેની પાંખોનો ઉપયોગ કરે છે.જો કે તે ઉંચી ઉડી શકતી નથી, પરંતુ તે લાંબી ઉડાન ભરી રહી છે, અહીં આશ્ચર્યજનક બાબત છે. સામાન્ય રીતે મરધી માત્ર થોડા મીટર જ ઉડવામાં સક્ષમ હોય છે, પરંતુ આમાં મરધી ઘણા મીટર આગળ ઉડવાનું ચાલુ રાખે છે.
Never knew a chicken could fly that far.. pic.twitter.com/JU9IwfWxu6
— Buitengebieden (@buitengebieden_) January 29, 2022
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામની આઇડી પરથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ક્યારેય ખબર ન હતી કે એક મરધી આટલું ઉડી શકે છે’.
ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘હું પણ આ નહોતો જાણતો’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘ખૂબ સારું. મારી મરધી એટલી મોટી છે કે, તે દૂર સુધી ઉડી શકતી નથી.