Site icon Revoi.in

કાશ્મીર પર “ગ્લોબલ ટેરરિઝમ”નો ડોળો, અલકાયદા પ્રમુખ જવાહિરીએ નવા વીડિયોમાં કર્યું વિષવમન

Social Share

ઈસ્લામિક આતંકી સંગઠન અલકાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આતંકવાદી જવાહિરીએ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓને ભારત સરકાર અને સેના પર સતત હુમલા કરવાની ઉશ્કેરણી કરી છે. જવાહિરીએ પાકિસ્તાનને પણ સલાહ આપી છે કે તે કાશ્મીરને ભૂલે નહીં.

કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલા વેધક બનાવવા માટે અલકાયદા એક નવા આતંકી જૂથને પણ તૈયાર કરી રહ્યું છે. સફેદ પાઘડી અને કુર્તામાં દેખાતા આતંકવાદી જવાહિરીએ વીડિયોમાં કહ્યુ છેકે મારું માનવું છે કે કાશ્મીરમાં રહેલા મુજાહિદ્દીનોએ હાલ ભારતીય સેના અને સરકાર સતત નિશાન બનાવવા પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જવાહિરીએ કહ્યુ છે કે આનાથી ભારતની અર્થવ્યવસ્થાને પણ નુકસાન થશે.

અલકાયદાના પ્રમુખે આ ભાષણ દરમિયાન સ્ક્રીન પર કાશ્મીરમાં તાજેતરમાં સુરક્ષાદળો દ્વારા ઠાર થયેલા આતંકવાદી ઝાકિર મૂસાની તસવીર પણ દેખાઈ હતી. આ વર્ષે મે માસમાં માર્યો ગયેલો ઝાકિર મૂસા ભારતમાં અલકાયદાની વિંગ અંસાર ગજવાતુલ હિંદનો સંસ્થાપક હતો.

જવાહિરીએ પાકિસ્તાનને નિશાન બનાવતા કહ્યુ છે કે પાકિસ્તાનની સરકાર અને સેના અમેરિકાની પિઠ્ઠૂ છે. તેનું કહેવું હતું કે જ્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયાના નીકળ્યા બાદ અરબી મુજાહિદ્દીન કાશ્મીર તરફ આગળ વધવાના હતા, તો પાકિસ્તાને તેમને રોકી દીધા. અલકાયદાના ગ્લોબલ ટેરરિસ્ટ જવાહિરીએ કહ્યુ છે કે પાકિસ્તાની સરકાર અને સેનાની દિલચસ્પી માત્ર એમા છે કે મુજાહિદ્દીનનું કેવી રીતે દોહન કરવામાં આવે અને કામ પત્યા પછી તેમને કેવી રીતે કિનારે લગાવવામાં આવે.