Site icon Revoi.in

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસની 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Social Share

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની ખંડપઠ 26 ફેબ્રુઆરીએ સવારે સાડા દશ વાગ્યે સુનાવણી કરશે.

આ ખંડપીઠમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ. એ. બોડવે અને જસ્ટિસ અબ્દુલ નજીરનો સમાવેશ થાય છે.

આ પહેલા પાંચ જજોની સુપ્રીમ કોર્ટની ખંડપીઠમાંથી જસ્ટિસ એસ. એ. બોડવેની ગેરહાજરીને કારણે 27 જાન્યુઆરીએ સુનાવણીને ટાળવામાં આવી હતી.