- રામમંદિરના ગર્ભગૃહ સ્થાને પહેલા કરાયું ભૂમિ પૂજન
- ગર્ભગૃહ સ્થાને પાયા નિર્માણનું કામ શરુ
દિલ્હીઃ-અયોધ્યાના રામ જન્મભૂમિમાં રામલાલાના ગર્ભગૃહ સ્થાને ગુરુવારના રોજ નિર્માણ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે,આ કાર્ય શરુ કરતા પહેલા વૈદિક આચાર્ય દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. અત્યાર સુધી રામલાલાના ગર્ભગૃહની આસપાસથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો હતો. ગુરુવારે મુખ્ય ગર્ભગૃહમાં પાયા નિર્માણનું કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિના પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આ બાબતે કહ્યું કે, રામલાલાના ગર્ભગૃહ પાસે કામ શરૂ કરાયું છે. આ પૂર્વે પૂજા-અર્ચના કરાઈ હતી. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટે ભૂમિપૂજન કર્યું ત્યારથી, ગર્ભગૃહ સ્થાને હવન અને દીવા પ્રગટાવવાની પ્રક્રિયા દૈનિક ચાલી રહી છે.
ગુરુવારથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં રામ મંદિરના પાયા પર અંતિમ મહોરની સાથે ત્રણ મહિનાના માસ્ટર પ્લાન પર ચર્ચા કરવામાં આવનાર છે. બેઠકમાં એન્જિનિયરો મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા સહિત ટ્રસ્ટના અધિકારીઓ સમક્ષ રામ મંદિરની ડિઝાઇન રજૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ રામ મંદિરના પાયાનું કામ ફાઇનલ રીતે શરૂ કરવામાં આવશે.
આ બેઠક મંદિરના લાંબા આયુ માટે ચર્ચા થશે
આ બેઠકમાં એલ એન્ડ ટી, ટાટા કન્સલ્ટન્સી, ટ્રસ્ટના મહાસચિવ ચંપક રાય, ટ્રસ્ટના જનરલ સેક્રેટરી, રામ મંદિરના આર્કિટેક્ટ આશિષ સોમપુરા અને અન્ય ટ્રસ્ટીઓ સહિત અન્ય એજન્સીઓના ઇજનેરો પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં, રામ મંદિરના પાયામાં કઈ સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ કે મંદિરનું આયુ વધે તે બાબતે ચર્ચાઓ થશે. ઉપરાંત, એન્જિનિયરો દ્વારા ફાઉન્ડેશનની ડિઝાઇનનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે
સાહિન-