અયોધ્યામાં અજાણ્યા વ્યક્તિનો બ્લાસ્ટની ધમકી ભર્યો ફોન આવ્યો – હાઈએલર્ટ જારી,જાહેર સ્થળોએ સુરક્ષા વધારાઈ
- અયોધ્યામાં બ્લાસ્ટની ઘમકી વાળો ફોન આવ્યો
- અજાણ્યા વ્યક્તિના ફોનથી હાઈેલર્ટ જારી
- સુરક્ષામાં વધારો કરાયો
લખનૌઃ- રામનગરી અયોધ્યા દેશનું ખૂબ જ જાણીતું ઘાર્મિક સ્થળ છે, લાખો શ્રદ્ધાળુંઓની ભાવના અહી જોડાયેલી છે, ત્યારે હાલમાં અયોધ્યામાં વિસ્ફોટના ધમકી ભર્યો ફોન આવ્યો હતો. આ ધમકી મળ્યા બાદ અહી હાઈએલર્ટ જારી કીર દેવાયું છે.
મળી માહિતી પ્રમાણે કોઈ અજાણ્યા વ્યક્તિએ બ્લાસ્ટ કરવાની ઘમકી આપતો કોલ કર્યો હતો જેને લઈને અહીંના પ્રવેશદ્વાર, હોટલ અને ઘર્શાળાઓ ઉપરાંત, પોલીસે રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર સુરક્ષામાં વધારો કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે કોઈ અજ્ઞાત વ્યક્તિએ ડોયલ -122 પર ફોન કરીને આ ઘમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિતેલા મહિને 30 ઓક્ટોબરના રોજ પોલીસને ખાનગી એલર્ટ મળ્યું હતું. જે પ્રમાણે આતંકવાદી સંગઠન લશકર-ઇ-તૈબાના નામે, લખનૌ, અયોધ્યા, કાનપુર સહિતના 46 રેલવે સ્ટેશનો, વારાણસીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ એલર્ટ બાદ રેલ્વે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો થયો હતો. ડોગ સ્ક્વોડેએ લખનૌ, કાનપુર સહિતના ઘણા રેલવે સ્ટેશનોમાં આરપીએફ, જીઆરપી અને પોલીસની તપાસ પણ કરી હતી. સઘન શોધ ઝુંબેશ પણ ચલાવવામાં આવ્યું હતુ.
ધમકીવાળો પત્રને લાશર-ઇ-તૈબાના ક્ષેત્રના નામથી મોકલવામાં આવ્યો હતો. આ આતંકવાદી સંગઠન પણ 2018 માં પણ સમાન ધમકી આપી ચૂક્યું છે. ધમકી આપ્યા પછી, અયોધ્યા સ્ટેશન દ્વારા પસાર થતી બધી ટ્રેનોમાં સઘન શોધ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી.