Site icon Revoi.in

અયોધ્યા રામ મંદિરઃ વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ કરાયેલા વૃક્ષોનો ઉછેર કરાશે

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. મંદિર નિર્માણની કામગીરીના ફોટા સામે આવ્યાં છે. આ ફોટોગ્રાફ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીએ જાહેર કર્યાં છે. આ ફોટોગ્રાફમાં મંદિર નિર્માણ અને ગર્ભગૃહના નિર્માણની કામગીરી જોઈ શકાય છે. મંદિર સંકુલમાં વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ વૃક્ષોનો ઉછેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 70 એકર જમીન પૈકી 70 ટકા એટલે કે 50 એકરમાં હરિયાળી જોવા મળશે.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આર્કિટેક્સ અને નિર્માણ શૈલીમાં અદભુત સંગમ જોવા મળશે. જેમાં અંતરિક્ષ વૈજ્ઞાનિકોની પણ મહત્વની ભૂમિકા રહશે. સૂર્ય દેવતા રામલલાને અભિષેક કરતા જોવા મળશે. સંકુલમાં 20 એકરમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. જ્યારે 50 એકરમાં હરિયાળી જોવા મળશે. અહીં રામાયણ કાળના વૃક્ષ પણ જોવા મળશે. જેનો ઉલ્લેખ વાલ્મીકીજી રચિત રામાયણમાં હશે. જેના માટે કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે સંપૂર્ણ મંદિર બની શકે તો સમગ્ર વિસ્તારમાં અદભુત અને રામમય લાગશે.

રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામજીનો જ્યારે જન્મ થયો હતો તે સમયે જ સૂર્ય દેવતા રામલલાને અભિષેક કરશે. આ માટે આર્કિટેક્ટ કામગીરી કરી રહ્યાં છે. સૂર્યના કિરણો સીધા ભગવાન રામલલાના મુખારબિંદુ એટલે કે મસ્તક ઉપર પ્રકાશિત કરશે. જેથી આ કામગીરી માટે આર્કિટેક્ટની સાથે અંતરિક્ષ વૈજ્ઞાનિકોની પણ મદદ લેવામાં આવી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં બપોરના સમયે સૂર્ય નારાયણ બિલકુલ ઉપર રહેશે, જેથી દર્પણની મદદથી સૂર્યનારયણના કિરણો સીધા મંદિરમાં લઈ જવામાં આવશે. આ માટે યોગ્ય યંત્રોનો પણ ઉપયોગ કરવામાં આવશે. લેન્સની મદદથી ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાના મસ્તિષ્ક પર સૂર્યના કિરણો પાડવામાં આવશે. જેને સૂર્ય તિલક કહવામાં આવશે.

રિસર્ચ દરમિયાન અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ કહ્યું કે, 19 વર્ષ સુધી સૂર્યનો પથ બદલાશે નહીં, એટલે કે 19 વર્ષ સુધી સૂર્યના કિરણો ડાયવર્ટ કરવાની પદ્ધતિ બદલવી નહીં પડે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીએ જણાવ્યું હતું કે, 70 એકર જમીન પૈકી 70 ટકા એટલે કે 50 એકરમાં લીલોતરી જોવા મળશે. અહીં વાલ્મીકિજીની રામાયણમાં ઉલ્લેખ કરાયેલા તમામ વૃક્ષોના ઉછેર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.