- વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે
- પીળા ખાદી સિલ્કની ડિઝાઇનર ડ્રેસ પહેરીને બિરાજમાન થયા રામલલા
- ડિઝાઇનર મનીષ ત્રિપાઠી દ્વારા તૈયાર કરાયા અંગવસ્ત્ર
- સીએમ યોગીએ તૈયાર કરાયેલા વસ્ત્રોનું કરાયું નિરિક્ષણ
દિલ્હીઃ- વસંત પંચમી હિન્દુ ધર્મમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.ત્યારે અયોધ્યામાં શ્રી રામના જન્મસ્થળ પર બિરાજમાન રામલલા મંગળવારે ખાદીના ડિઝાઇનર વસ્ત્ર પહેરીને બિરાજમાન છે. વસંત પંચમી નિમિત્તે અંગવસ્ત્ર રામલલા દરબારમાં પ્રબંધક સાથે સંકળાયેલા લોકોને સોંપવામાં આવ્યા હતા.
આ બાબતે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વસંત પંચમીના અવસરે રામલલા માટે પીળા રંગના ખાદી સિલ્કથી અહીં પરિધાન તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલા સોમવારે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડિઝાઈનર મનીષ ત્રિપાઠી દ્વારા રામલલા માટે તૈયાર કરાયેલા અંગવસ્ત્રનું નિરીક્ષણ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રામલલા માટે ખાદી સિલ્કના ડ્રેસની રચના કરવા માટે મનીષ ત્રિપાઠી થોડા દિવસો પહેલા ત્યાં ગયા હતા અને અંગવસ્તરમ કઈ સાઈઝનું તૈયાર થશે, તેનું અધ્યયન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ રામલલા માટે તૈયાર આ અંગ વસ્ત્રોની જન્મભૂમિ સ્થિત રામલલા સ્થળ પર ત્યાંના પ્રબંધકથી જોડાયેલ લોકોને દેવા ખુદ પહોંચ્યા હતા, વસંત પંચમીના દિવસ માટે પીળા રંગના ખાસ અંગવસ્ત્ર તેમણે તૈયાર કર્યા છે. અઠવાડિયાના સાત દિવસ માટે તેમણે હિન્દુ ધર્મમાં પ્રચલિત સાત રંગના અલગ-અલગ અંગવસ્ત્રો તેમણે તૈયાર કર્યા છે. બધા પોશાકો ખાદી રેશમના છે
ખાદી અને ગ્રામોઉદ્યોગ બોર્ડના સૌજન્યથી તેમણે રામલલા માટે અંગ વસ્ત્રની ડીઝાઇન કરી છે. વસંત પંચમીથી શરદ ઋતુનું સમાપન થાય છે. અને વસંત ઋતુનું આગમન થાય છે. વસંત પંચમીથી ઝાડના છોડ ઉપર નવા પાંદડાં અને ફૂલો આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ, વસંત પંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનો જન્મ પણ થયો હતો. તેથી વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે.
દેવાંશી-