Site icon Revoi.in

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજીના મંદિર નિર્માણની તસ્વીર જાહેર કરાઈ

Social Share

નવી દિલ્હીઃ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો પ્રથમ માળ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જાન્યુઆરી 2024માં રામલલા પોતાના ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પોતાના ટાઈમલાઈનને લઈને સજાગ છે અને નિર્માણ પ્રક્રિયા તે અનુસાર ચાલી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ તાજેતરમાં ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીર શેયર કરી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, હાલ મંદિરના નિર્માણની કામગીરી કેટલે પહોંચી છે. તસ્વીરમાં મંદિરના ગર્ભ ગ્રહના નિર્માણની કામગીરી ચાલી રહી છે. તેમજ પિલ્લર પણ જોઈ શકાય છે. આ સ્તંભની કામગીરી 1992થી ચાલી રહી છે. શ્રી રામજન્મ ભૂમિ કાર્યશાળામાં કારીગર સતત કામ કરી રહ્યાં છે.

2024માં રામ જન્મભૂમિ મંદિર ભલે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે, પરંતુ મંદિર નિર્માણની કામગીરી 2025માં પૂર્ણ થવાની શક્યતા છે. દરમિયાન મુખ્યમંત્રી યોગીએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની આસપાસના વિસ્તારમાં કોમન બિલ્ડીંગ કોડ લાગુ કરવાનો આદેશ કર્યો છે. આમ મંદિરની આસપાસની ઈમારતો એક જ આકાર તથા રંગમાં જોવા મળે છે. સરકાર દ્વારા અયોધ્યાના વિકાસના કાર્યની શરૂઆત કરવામાં આવી છે.

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી યોગીએ અયોધ્યાની મુલાકાત લીધી હતી અને મંદિર નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું.