અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટ મધ્યસ્થતાને લઈને શુક્રવારે ચુકાદો આપશે. આના પહેલા સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે તેમની મનસા અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને મધ્યસ્થતા માટે મોકલવા માટે ઝડપથી આદેશ આપવાની છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષકારોને કહ્યું છે કે તેઓ આ વિવાદને સર્વમાન્ય સમાધાન માટે સંભવિત મધ્યસ્થોના નામા ઉપલબ્ધ કરાવે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ધનંજય વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની પાંચ સદસ્યોની બંધારણીય ખંડપીઠે સંબંધિત પક્ષકારોને કહ્યુ હતુ કે તેઓ બુધવારે જ સંભવિત નામ ઉપલબ્ધ કરાવે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે કહ્યું છે કે આ જમીન વિવાદને મધ્યસ્થતા માટે મોકલવો કે નહીં, તેના સંદર્ભે આના પછી જ આદેશ આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુરક્ષિત રાખવા પર સંતોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા મામલાને લંબાવનારો ગણાવ્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો તેમને મંજૂર હશે. રામજન્મભૂમિ ન્યાસ અધ્યક્ષ મહંત કમલનયન દાસે કહ્યુ છે કે મુસ્લિમો સાથે કોઈપણ સમજૂતી થઈ શકે નહીં. ભગવાન રામ હિંદુઓના આરાધ્ય છે. તેમના સંદર્ભે કોઈ સમજૂતી થઈ કરી શકાય નહીં.