22 જાન્યુઆરીનો અયોધ્યાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નહીં, રાજકીય: કૉંગ્રેસનો ભાજપ પર વાકપ્રહાર
નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે દાવો કર્યો છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક નથી, પણ સંપૂર્ણપણે રાજકીય છે, કારણ કે તેને વિધિવિધાનથી અને ચારેય પીઠોના શંકરાચાર્યોની દેખરેખમાં કરાય રહ્યો નથી. કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રભારી પવન ખે઼ડાએ ભારતીય જનતા પાર્ટી પર પલટવાર કરતા કહ્યુ છે કે ભગવાન રામના દર્શન માટે કોઈ વચેટિયાઓની જરૂર નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે પ્રાણપ્રતિષ્ઠા સમારંભ માટે 22 જાન્યુઆરીની તારીખની પસંદગી લોકસભા ચૂંટણીને જોતા કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતાએ પણ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીની અંદર દરેક પોતાની આસ્થાનું અનુસરણ કરવા માટે સ્વતંત્ર છે અને પાર્ટીના ટોચના નેતાઓને માત્ર 22 જાન્યુઆરીના કાર્યક્રમના નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે. ભાજપે અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવા માટે કોંગ્રેસના ત્રણ ટોચના નેતાઓને મોકલવામાં આવેલા નિમંત્રણનો અસ્વીકાર કરીને વિપક્ષી દળના નિર્ણયની ગુરુવારે ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે તેનાથી ભારતની સંસ્કૃતિ અને હિંદુ ધર્મની પ્રત્યે પાર્ટીનો સ્વાભાવિક વિરોધ ઉજાગર થઈ ગયો છે. કોંગ્રેસના ત્રણ મુખ્ય નેતાઓ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું નિમંત્રણ એ કહેતા સસમ્માન અસ્વીકાર્યુ હતું કે આ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યક્રમ છે અને તેનો ઉદેશ્ય ચૂંટણીમાં લાભ લેવાનો છે.
પવન ખેડાએ શુક્રવારે કહ્યુ કે આ કોઈ રાજકીય પક્ષ નક્કી નહીં કરી શકે કે હું મારા ભગવાનને મળવા જવું કે ન જવું. મંદિરમાં કમસે કમ કોઈ માસ દ્વારા તો બોલાવવામાં આવતું નથી અને ન કોઈને રોકવામાં આવે છે. પરંતુ અહીં તો એક ઉલટી ગંગા વહેવડાવાય રહી છે. તેમણે કહ્યુ કે કોઈપણ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિવિધાન અને ધર્મશાસ્ત્રના હિસાબથી થાય છે. પરંતુ શું આ કાર્યક્રમ ધાર્મિક છે? જો આ કાર્યક્રમ ધાર્મિક છે, તો શું આ ધાર્મિક વિધિવિધાન અથવા ધર્મશાસ્ત્ર પ્રમાણે કરાય રહ્યો છે અને શું આ ચારેય શંકરાચાર્યોની સલાહ અને તેમની દેખરેખમાં કરાય રહ્યો છે? તેમણે કહ્યુ છે કે ચારેય શંકરાચાર્યો સ્પષ્ટપણે કહી ચુક્યા છે કે એક અધુરા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય નહી. કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો છે કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે રાજકીય છે.
પવન ખેડાએ કહ્યુ છે કે હું એ સહન કેમ કરીશ કે એક રાજકીય પક્ષના કાર્યકર્તા મારા અને મારા ભગવાનની વચ્ચે વચેટિયા બનીને બેસી જાય. મને ભગવાનના દર્શન માટે વચેટિયાની જરૂરત કેમ પડશે? તેમણે દાવો કર્યો કે આ આખા આયોજનમાં ધર્મ અને આસ્થા દેખાય રહી નથી. માત્ર અને માત્ર રાજકારણ દેખાય રહ્યું છે. તેમણે સવાલ કર્યો કે 22 જાન્યુઆરીની તારીખની પસંદગી ક્યાં પંચાગને જોઈને કરવામાં આવી છે? પવન ખેડાએ દાવો કર્યો છે કે પ્રાણ પ્રતિષ્ઠા માટે તારીખની પસંદગી કરવામાં આવી નથી. પરંતુ ચૂંટણીને જોઈને તારીખની પસંદગી કરવામાં આવી છે.
પવન ખેડાએ કહ્યુ છે કે એક વ્યક્તિને રાજકીય તમાશા માટે આપણે પોતાના ભગવાન અને આસ્થા સાથે ખિલવાડ જોઈ શકાતો નથી. આ ધાર્મિક આયોજન નથી, આ પૂર્ણપણે રાજકીય આયોજન છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યુ છે કે જ્યાં આપણા શંકરાચાર્ય જઈ રહ્યા નથી, અમે ત્યાં જઈ રહ્યા નથી. ઘણી જ બિભત્સ રાજનીતિ કરાય રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપે સનાતન ધર્મને જ સંપ્રદાયોમાં વિભાજીત કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યુ છે કે શંકરાચાર્યોનું અપમાન હિંદુ ધર્મના અનુયાયીઓનું પણ અપમાન છે. સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે યુપી કોંગ્રેસ કમિટીના તમામ મુખ્ય નેતા 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પ્રસંગે અયોધ્યા આવી રહ્યા છે.