નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાના મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. મુખ્ય મંદિર અને ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામજી બિરાજમાન થશે. અહીં મંદિરમાં ઋષિ-મુનિયોના પણ દર્શન થશે. મુખ્ય રામ મંદિર ઉપરાંત સાત અન્ય દેવી-દેવતાઓના મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. મુખ્ય મંદિર થોડા અંતરે આધ્યાત્મિક રુપે મહત્વપૂર્ણ મંદિરોને જગ્યા અપાઈ છે. જેમાં મહર્ષિ વાલ્મિકીજી મંદિર, મહર્ષિ વશિષ્ઠજી મંદિર, મહર્ષિ વિશ્વામિત્રજી મંદિર, મહર્ષિ અગસ્ત્યજી મંદિર, નિષાદ રાજજી, માતા શબરીજી, દેવી અહિલ્યાજી મંદિર લોકોને ત્રેતાયુગ સીધા જોડાવાનો અનુભવ કરાવશે.
રામજીની નગરી અયોધ્યાને ત્રેતાયુગની થીમ ઉપર તૈયાર કરવામાં આવી રહી છે. સરકારે અધ્યોધ્યામાં લોખો-કરોડોના પ્રોજેક્ટ મંજુર કરાયાં છે. કોરિડોરથી લઈને અલગ-અલગ મંદિર ઉભા કરવામાં આવી રહ્યાં છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી 2024ના પાવન દિવસે નવા રામજી મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. ભવ્ય મંદિરમાં એક આયતાકાર પરિધિ પરકોટા હશે. આ પરકોટામાં ચારેય ખુણે સુર્ય દેવસ મા ભગવતીજી, ભગવાન શ્રી ગણેશજી અને ભગવાન શિવજીને સમર્પિત હશે. દક્ષિણ તરફ ભગવાન હનુમાનજીનું મંદિર હશે. ઉત્તર તરફ માતા અન્નપૂર્ણાજીનું મંદિર બનશે. અયોધ્યામાં કુબેર ટીલા ઉપર જટાયુજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.
ઓયોધ્યાં રોડ-રસ્તાના કિનારે સૂર્ય સ્તંભ લગાવામાં આવી રહ્યાં છે. જે ભગવાન શ્રી રામજીના સૂર્યવંશી હોવાનું પ્રતિક દર્શાવે છે. રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રીરામ જન્મભૂમિ પથ તૈયાર થઈ રહ્યાં છે. મંદિરના 70 એકરના પરિવરનો લગભગ 70 ટકા વિસ્તાર હરિત હશે. ગ્રીનબેલ્ટમાં આવવાથી લગભગ 600 વૃક્ષોને સુરક્ષિત રાખી શકાશે.