1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા રૂ.136 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરાશે
સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા રૂ.136 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરાશે

સુરેન્દ્રનગરમાં સરકાર દ્વારા રૂ.136 કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરાશે

0
Social Share

સુરેન્દ્રનગરઃ  રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નેશનલ આયુષ મિશન(NAM), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કરાશે.

કેન્દ્રિય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર  જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને લઇને જિલ્લામાં વાજબી દરે આયુર્વેદિક પદ્ધતિથી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે 5 હેકટરથી વધુ વિસ્તારમાં આકાર લેનારી નવી આર્યુવેદ કોલેજની ભેટ આપી છે. જેથી જિલ્લાના લોકોને એનો મોટા પ્રમાણમાં લાભ મળશે. જિલ્લાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછી ફી ભરીને આયુર્વેદનું શ્રેષ્ઠ શિક્ષણ અહીથી મેળવી શકશે.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા દાયકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને અવિરત પ્રયાસોના કારણે વિશ્વભરમાં આયુર્વેદનું મહત્વ વધ્યું છે. અને આયુર્વેદના ડોક્ટર્સની વધેલી માંગ આ આયુર્વેદ કોલેજ મારફતે સંતોષી શકાશે. કોરોનાકાળમાં આયુષ ઉપચાર પદ્ધતિઓના સફળ ઉપયોગ અને અસરકારકતા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન બન્યા બાદ આયુષ વિભાગનું બજેટ રૂ. 691 કરોડથી વધારી રૂ. 3050 કરોડ કરવામાં આવ્યું છે. ગુજરાત અને દેશભરમાં 12 હજારથી વધુ આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટરો કાર્યરત છે આ પૈકી ગુજરાતમાં 265 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 12 વેલનેસ સેન્ટર ફાળવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં  રૂપિયા 136 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આયુવેદિક હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરવામાં આવશે. જેમાં 60% ખર્ચ કેન્દ્ર સરકાર અને 40% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ કોલેજમાં કાયચિકિત્સા, પંચકર્મ, શલ્યતંત્ર, શાલાક્યા તંત્ર(નેત્ર વિભાગ), શાલાક્યા તંત્ર(કર્ણ, નાસા, મુખ, દંત વિભાગ), પ્રસુતિ/ સ્ત્રી રોગ વિભાગ જેવા અલગ અલગ 9 વિભાગો બનશે. જેથી સુરેન્દ્રનગર અને આસપાસના જિલ્લાને તેનો લાભ મળશે. આ ઉપરાંત કોલેજ કેમ્પસમાં જ ઔષધીય વનસ્પતિઓનું ઉદ્યાન પણ ઉભુ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code