આપણો વારસો, સંસ્કૃતિ, વેદ, પુરાણો એટલા મહત્વના છે અને તેમાં એટલી માહિતી છે કે તેમાં દરેક પ્રશ્નનો જવાબ છે. આયુર્વેદને લગતી જાણકારી પણ એ રીતે આપવામાં આવી છે કે જો તેનું પાલન કરવામાં આવે તો લોકોનું સ્વાસ્થ્ય સુધરી જાય છે અને અનેક બીમારીથી દુર રહી શકે.
આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડુ ઓછુ જ ખાવુ જોઈએ. ભૂખ કરતા વધારે ખાવાથી ગેસની સમસ્યા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાથે સાથે ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે. મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.
જાણકારી અનુસાર સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા.આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે. તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક લોકો સૂતા સૂતા ખાવાની આદત ધરાવતા હોય છે. કેટલાક લોકો ખાતા ખાતા સૂઈ પણ જાય છે. તેના કારણે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પણ બગડી જાય છે. અને પેટમાં અનેક સમસ્યાઓ પણ થતી હોય છે.