(મિતેષ સોલંકી)
- ભારતમાં દરવર્ષે 30-એપ્રિલના રોજ આયુષમાન ભારત દિવસ ઉજવવામાં આવે છે.
- આ અભિયાનના મુખ્ય ધ્યેય છે – ગરીબ લોકોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવું અને તેમને વીમાનો લાભ પણ આપવો.
- આ યોજનાને એપ્રિલ-2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી.
- આયુષમાન ભારત યોજના કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે અને વર્ષ-2022 સુધીમાં 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો ધ્યેય પણ ધરાવે છે.
- આયુષમન ભારત વિશ્વમાં સૌથી મોટી વીમા યોજના છે.
- આ યોજના અંતર્ગત લાભાર્થી કુટુંબને વર્ષે 5 લાખ રૂ.નો વીમો મળે છે.
- આ યોજનામાં લાભાર્થી સામાજિક-આર્થિક વસ્તી ગણતરીની માહિતીમાંથી પસંદ કરવામાં આવે છે.
- આ યોજના સાથે એક બીજી યોજના – આયુષમાન મિત્ર પણ ચાલે છે જે બેરોજગાર વ્યક્તિને રોજગારી આપે છે.
- આયુષમાન મિત્ર હેઠળ જે વ્યક્તિને નોકરી મળે તેને મહિને 15000 રૂ. પગાર મળે છે અને એક લાભાર્થી દીઠ 50 રૂ.નું બોનસ પણ મળે છે.