આયુષ્યમાન યોજનાને મળશે વેગ, અનેક લોકો સુધી લાભ પહોંચાડવાની કવાયત રુપે દરરોજ 10 લાખ કાર્ડ બનાવાશે
- આયુષ્યમાન યોજનાનો લાભ અનેક લોકોને મળશે
- દરરોજ 10 લાખ કાર્ડ બનાવાશે
આયુષ્યમાન યોજનો લાભ વધુને વધુ લોકો લઈ શકે તે માટા સ્વાસ્થ્ય મંત્રાલય અથાગ પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે હવે આ યોજનાનો લાભ લાખો સુધી પહોંચાડવાની કવાયાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા હાથ ધરવામાં આવી છે.
આ યોજનાને વેગ આપવા માચે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આયુષ્યમાન કાર્ડને લઈને મોટુ પગલું ભરવા જઈ રહી છે જે પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ આયુષ્યમાન ભારત યોજનાના ચાર વર્ષ પુરા થવાના પ્રસંગે દરરોજ 10 લાખ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું લક્ષ્ય પુરું કરવા અંગેની વાત કરી હતી.
આ સાથે જ ડિઝીટલ એપના માધ્યમથી અધિકૃત લાભાર્થીને ઝડપથી કાર્ડ ઉપલબ્ધ કરાવાશે જ્યાં એક મહિના પહેલા દરરોજ એકથી દોઢ લાખ કાર્ડ બનાવવામાં આવતા હતા અને હાલ રોજ ચાર થી પાંચ લાખ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.જ હવે આગળ જતા 10 લાખ સુધી પહોંચશે
આ સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ એમ પણ કહ્યું કે આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન અંતર્ગત દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને વધુ મજબૂત બનાવામાં 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે ,સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આ યોજનાના કારણે હવે ગરિબ લોકો પણ સારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવવા જઈ રહ્યો છે જેણે અમીરી ગરિબીની સીમાઓ મટાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન કાર્ડની આ યોજનાથી લગહભગ સાડા કરોડથી પુણ વધુ દર્દીઓની સારવાર માટે અંદાજે 45294 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. દેશના 33 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં 19 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ ધરાવે છે ત્યારે ભવિષ્યમાં વધુે વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે હેતુસર અનેક પ્રયાસો કરાવામાં આવી રહ્યા છે.