1. Home
  2. ગુજરાતી
  3. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રિમગર્લ 2’ હવે 100 કરોડની કલ્બમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રિમગર્લ 2’ હવે 100 કરોડની કલ્બમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રિમગર્લ 2’ હવે 100 કરોડની કલ્બમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં

0
Social Share

 

બોલિવૂડ અભિનેતા આયુષ્માન કે જેઓ હંમેશા કંઈક નવા સબજેક્ટ સાથે ફિલ્મમામં જોવા મળે છે, તેજ રીતે ડ્રિમગર્લ બાદ હવે પાર્ટ 2માં પણ જોરદાર કોમેડિનો તડકો આપીને દર્શકોને હસાવવામાં તે સફળ રહ્યો છે.

જાણકારી પ્રમાણે  25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આયુષ્માન ખુરાના, અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ડ્રિમગર્લ 2 રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે શરુઆતના દિવસોમાં કંઈક ખાસ કમાણી ન કરી હતી પરંતુ રજાઓનો લાભ લઈને ફિલ્મ કમાણી કરવામાં સફળ સાબિત થઈ રહી છે. આ ફિલ્મ હવે ટૂંકાગાળામાં 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં જોવા મળે છે.

દિગ્દર્શક રાજ શાંડિલ્ય દ્વારા નિર્દેશિત ‘ડ્રીમ ગર્લ 2’ પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની આ ફિલ્મ સંપૂર્ણપણે તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરી રહી હોય તેવું લાગે છે.  12મા દિવસે ‘ડ્રીમ ગર્લ 2’ના બોક્સ ઓફિસ કલેક્શન પર નજર કરીએ તો આ ફિલ્મે લગભગ 3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે

એટલું જ નહીં, 11માં દિવસે બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીએ 12માં દિવસે કમાણીના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. ખૂબ જ ટૂંક સમયમાં ‘ડ્રીમ ગર્લ 2’ બોક્સ ઓફિસ પર 100 કરોડના જાદુઈ આંકડાને સ્પર્શ કરી શકે છે.

આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ની કમાણીમાં દરરોજનો વધારો એ કહેવા માટે પૂરતો છે કે આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ‘ડ્રીમ ગર્લ 2’ના કુલ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધી આ ફિલ્મ 91 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે અને હવે આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લેવાથી થોડા જ ડગલાં દૂર છે

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ અનેક હાસ્યકલાકારોથી ભરપુર કોમેડિ ડ્રામા ફિલ્મ છે, આયુષ્માન સાથે અનન્યા પાંડ, પરેશ રાવલ ,રાજપાલ યાદવ, અન્નુ કપુર, અસરાની, વિજયરાજ , મનોજ જોશી,  મનજોત સિંહ ,અભિષેક બેનર્જી જેવા કલાકારો હાસ્યની રેલમછેલ કરતા જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code