Site icon Revoi.in

આઝાદી કા અમૃત મહોત્સવઃ શ્રી હરિકોટાથી આઝાદી સેટ ઉપગ્રહ છોડાશે

Social Share

નવી દિલ્હીઃ ઈસરો દ્વારા આવતીકાલે આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે. આ સેટ ઉપગ્રહની ડિઝાઈન ગ્રામીણ વિસ્તારની સરકારી સ્કૂલની 750 જેટલી વિદ્યાર્થિનીઓએ તૈયાર કરી છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો દ્વારા આવતીકાલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે. શ્રી હરિકોટાથી આઝાદી સેટ ઉપગ્રહ છોડવામાં આવશે આઝાદી સેટ ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે. આવતીકાલે સવારે નવ વાગીને 18 મિનિટે ઉપગ્રહ છોડાશે. આ મિશન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ – EOS-ટુ અને સહપેસેન્જર ઉપગ્રહ છે.

આ આઝાદી સેટ ઉપગ્રહ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓની 750 વિદ્યાર્થીનીઓ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. સ્પેસ કિડઝ ઇન્ડિયાના સ્થાપક ડૉ. કેસને વિદ્યાર્થીનીઓને આ કાર્યક્રમ સાથે જોડાવવા બદલ પ્રશંસા કરી હતી.

(PHOTO-FILE)