દિલ્હી:આઝાદીનો અમૃત મહોત્સવને એક મહત્વની વાત પીએમ મોદીએ મન કી બાતમાં કહી હતી કે આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધી આઝાદીનો અમૃત મહોત્સવ ચાલશે. વધુ કહે છે કે “દેશ માટે, સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે, આપણે જે લેખન-આયોજન કરી રહ્યા હતા, આપણે તેને આગળ લઈ જવાનું છે.”
વડાપ્રધાન મન કી બાત (PM Narendra Modi Mann ki baat August 2022) કાર્યક્રમ માટે લોકો પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કરે છે. થોડા સમય પહેલા MyGovના આમંત્રણને શેર કરતા, વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે, “28 ઓગસ્ટે આવનારા મન કી બાત કાર્યક્રમ માટે વિચારો અને ઇનપુટ્સની રાહ જોઈ રહ્યા છીએ. આજે 92મી શ્રેણીમાં PM મોદીએ “નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ. આ ઓગસ્ટ મહિનામાં, તમારા બધા પત્રો, સંદેશાઓ અને કાર્ડ્સે મારી ઓફિસને ત્રિરંગામય બનાવી દીધી છે.” કહીને શરૂઆત કરી હતી.
પીએમ મોદી આગળ પોતાની મન કી બાત વધારતા કહે છે કે અમૂત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના વિશેષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે અને એક નવી ચેતનાની અનુભૂતિ કરી છે. આઝાદીના આ મહિનામાં સમગ્ર દેશમાં દરેક શહેર અને દરેક ગામમાં અમૃત મહોત્સવની અમૃતધારા વહી રહી છે. આપણો ભારત દેશ વિવિધ વિવિધતાઓથી ભરપૂર છે તેમ છતાં જ્યારે તિરંગાની વાત આવી ત્યારે ભારતનો એક એક નાગરિક તિરંગાના એક જ રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો.
આ વેળાએ PM મોદી દેશના વીર જવાનોને યાદ કરીને કહ્યું હતું કે “આપણા સૈનિકોએ ઊંચા પર્વતીય શિખરો પર, દેશની સરહદો પર અને સમુદ્રની વચ્ચે ત્રિરંગો ફરકાવ્યો હતો. લોકો ત્રિરંગા અભિયાન માટે અલગ-અલગ ઇનોવેટિવ આઇડિયા પણ લઈને આવ્યા હતા.”