Site icon Revoi.in

આઝમખાનને કોર્ટ તરફથી ફટકો -યુપી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે નહી લઈ શકે શપથ

Social Share

લખનૌઃ-   ઉત્તરપ્રદેશમાં આઝમખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચાનો વિષ્ય બન્યા છે. ઉત્તરપ્રદેશની સીતાપુર જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન આજે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લઈ શકશે નહીં. કારણ કે આ મમાલે કોર્ટે જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે,

આ અરજીમાં તેઓએ વિધાનસભામાં શપથ ગ્રહણ માટે લઈ જવાની પરવાનગી માંગી હતી. આઝમ ખાનને આ માટે મંજૂરી આપવામાં આવી નથી. આઝમ ખાન રામપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. જે બાદ તેમણે રામપુરની લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે.

યુપી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા તમામ 403 નવા ચૂંટાયેલા ધારાસભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ આઝમ ખાને પણ આજે ધારાસભ્ય તરીકે શપથ લેવા માટે વિધાનસભામાં આવવાનું હતું, જેના માટે જેલ પ્રશાસને કોર્ટ પાસે મંજૂરી માંગી હતી જેથી તેઓ વિધાનસભામાં જઈને શપથ લઈ શકે. પરંતુ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે.

ઉલલેખનીય છે કે અનેક આરોપ હેઠળ  આઝમ ખાન યુપીની સીતાપુર જેલમાં બંધ છે. તેમની સામે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરવા સહિતના અનેક કેસમાં કેસ નોંધાયેલા છે. તેઓ રામપુર લોકસભા બેઠક પરથી સાંસદ રહીને રામપુર શહેરની બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેનો વિજય થયો હતો. આઝમ ખાને આ બેઠક પરથી સતત દસમી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે